જાણો E85 ઈંધણ નખાવતાં બાઈકની પેટ્રોલની ટાંકી પર મધમાખીઓ એકઠી થઈ હોવાના નામે વાયરલ ફોટોનું શું છે સત્ય…

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, E85 ઈંધણ નખાવતાં બાઈકની પેટ્રોલની ટાંકી પર મધમાખીઓ એકઠી થઈ તેનો આ ફોટો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ કોઈ વાસ્તવિક ધટનાનો નહીં પરંતુ AI દ્વારા બનાવવામાં આવેલો ફેક ફોટો છે. આ ફોટો સાથે માહિતી મૂકવામાં આવી છે એ પણ તદ્દન ખોટી છે. આ ફોટોને વાસ્તવિક ઘટના સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોતાં સૌથી નીચે અમને ગૂગલ જેમિનીનો લોગો જોવા મળ્યો હતો. વધુમાં અમને એક યુટ્યુબ ચેનલ પર આ જ ફોટોના એક વાયરલ થયેલા વીડિયોનું બીજું વર્ઝન મળ્યું, જ્યાં અમને ગૂગલ જેમિની લોગો જોવા મળ્યો હતો.

આ દર્શાવે છે કે, વીડિયો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા બનાવવામાં આવ્યો હોઈ શકે છે.

Google Gemini અનુસાર, “આ વીડિયો Google AIનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો હતો અથવા સંપાદિત કરવામાં આવ્યો હતો.”

આ ટૂલે 0:00 અને 0:10 ની વચ્ચે વીડિયોના વિઝ્યુઅલ્સમાં ડિજિટલ વોટરમાર્ક શોધી કાઢ્યું. આ પ્રકારનો અદ્રશ્ય વોટરમાર્ક ખાસ કરીને તમે જે જુઓ છો અથવા સાંભળો છો તેમાં ફેરફાર કર્યા વિના AI-જનરેટેડ અથવા સંશોધિત સામગ્રીને ઓળખવા માટે રચાયેલ છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ કોઈ વાસ્તવિક ધટનાનો નહીં પરંતુ AI દ્વારા બનાવવામાં આવેલો ફેક ફોટો છે. આ ફોટો સાથે માહિતી મૂકવામાં આવી છે એ પણ તદ્દન ખોટી છે. આ ફોટોને વાસ્તવિક ઘટના સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Result Stamp

Title: જાણો E85 ઈંધણ નખાવતાં બાઈકની પેટ્રોલની ટાંકી પર મધમાખીઓ એકઠી થઈ હોવાના નામે વાયરલ ફોટોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *