
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હિમાલયા કંપનીએ હલાલ નીતિ જાહેર કરી તેનો આ ફોટો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ માહિતી સાથે કરવામાં આવેલો દાવો ભ્રામક છે, હિમાલયા કંપની દ્વારા આ દાવાનું ખંડન કરવામાં આવ્યું છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોયા બાદ ગૂગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને હિમાલ્ય કંપની દ્વારા ભારતમાં આ પ્રકારે કોઈ અલગથી હલાલ નીતિ જાહેર કરવામાં આવી હોય એવા કોઈ સત્તાવાર સમાચાર કે માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
અમારી વધુ તપાસમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને હિમાલયા કંપની દ્વારા 1 એપ્રિલ, 2022ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં હિમાલયે સ્પષ્ટતા કરી છે કે, અમુક દેશોમાં, હલાલ પ્રમાણપત્ર ફરજિયાત છે. તેથી, આવા દેશો માટેના સંબંધિત નિયમો અનુસાર જ હલાલ પ્રમાણપત્ર મેળવવામાં આવે છે. વધુમાં, તેણે એ પણ સ્પષ્ટતા અને પુષ્ટિ કરી છે કે, હિમાલયના કોઈપણ ઉત્પાદનોમાં માંસ નથી, જેમ કે કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આરોપ મૂકવામાં આવ્યો છે, આ હકીકતમાં ખોટું છે. હલાલ પ્રમાણપત્રનો અર્થ એ નથી કે ઉત્પાદનમાં પ્રાણી-ઉત્પાદિત ઘટકો છે.
વધુમાં, અમને એ પણ જાણવા મળ્યું કે, બજારમાં ઘણી કંપનીઓ હલાલ-પ્રમાણિત ઉત્પાદનો વેચે છે પરંતુ તેનો અર્થ એ નથી કે તેમાં હલાલ માંસ છે. ટાટા, રિલાયન્સ અને હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ જેવી કંપનીઓના ઉત્પાદનો પણ હલાલ પ્રમાણિત છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ માહિતી સાથે કરવામાં આવેલો દાવો ભ્રામક છે, હિમાલયા કંપની દ્વારા આ દાવાનું ખંડન કરવામાં આવ્યું છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)


