મધ્યપ્રદેશ પોલીસના જૂના વીડિયોને હાલના ભરત તિવારી કેસ સાથે જોડી વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

તાજેતરમાં, બિહાર પોલીસ દ્વારા કરવામાં આવેલા ભરત તિવારી એન્કાઉન્ટર કેસ ખુબ ચર્ચામાં છે. આ પૃષ્ટભૂમિ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પોલીસ કાર પર ગ્રામજનો પથ્થરમારો કરતી જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વીડિયો ભરત તિવારીના એન્કાઉન્ટર બાદ ગ્રામજનો દ્વારા કરવામાં આવેલા પથ્થરમારાનો છે.

INSTAGRAM | ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે વાયરલ વીડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને AAJ TAK દ્વારા પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કુક્ષી વિધાનસભા મતવિસ્તારમાં આવેલા ખેલરી ગામમાં શ્રી સિમેન્ટ ફેક્ટરી દ્વારા ચૂનાના પથ્થરના નમૂના લેવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે ગ્રામજનોએ પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાને કારણે અંધાધૂંધ પરિસ્થિતિ સર્જાઈ હતી, પરંતુ પોલીસે દરમિયાનગીરી કરીને ભીડને શાંત પાડ્યા બાદ મામલો થાળે પડ્યો હતો.

ન્યૂઝ 18 દ્વારા પણ આ જ માહિતી સાથેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ વધુ સર્ચ કરતા અમને NDTV દ્વારા પ્રસારિત કરવામાં આવેલો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “મધ્યપ્રદેશના ધાર જિલ્લાના એક ગામમાં ગામલોકોએ કથિત રીતે એક વહીવટી ટીમ પર હુમલો કર્યો હતો જે પ્રસ્તાવિત ચૂનાના પથ્થરની ખાણ માટે ખોદકામ અને સર્વેક્ષણ કરવા પહોંચી હતી. તહસીલદારના વાહન અને અનેક પોલીસ અને સરકારી વાહનોને પથ્થરોથી ભારે નુકસાન થયું હતું, અને સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોમાં ગુસ્સે ભરાયેલા ટોળા તહસીલદારની ગાડીને ઉથલાવી દેવાનો પ્રયાસ કરી રહ્યા છે તે જોવા મળે છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલમાં બિહાર પોલીસ દ્વારા કરવામાં આવેલા ભરત તિવારી એન્કાઉન્ટર કેસનો નથી. આ વીડિયો મધ્યપ્રદેશના ધાર જિલ્લાનો છે. જેને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો.

Result Stamp

Title: મધ્યપ્રદેશ પોલીસના જૂના વીડિયોને હાલના ભરત તિવારી કેસ સાથે જોડી વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય…

Fact Check By: FRANY KARIA

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *