હાલમાં એક ન્યુઝ પેપરનું કટિંગ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યુ છે. જેમાં એચડીએફસી બેંકની નોકરી માટેની જાહેરાત છે. જેમાં વચ્ચે વાંચવામાં આવી રહ્યુ છે કે, “2021 passed out candidates are not eligible” આ કટિંગને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “એચડીએફસી બેંક દ્વારા વર્ષ 2021માં પાસ થયેલા ઉમેદવારોને નોકરની ન આપવાનું જણાવવામાં આવ્યુ છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં સાબિત થાય છે. કારણ કે, બેંક દ્વારા વર્ષ 2021માં પાસ થયેલા વિદ્યાર્થીઓની ઉમેદવારી પણ માન્ય ગણવામાં આવી છે. જાહેરાતમાં ટાઇપિંગ ભૂલ થઈ હતી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Naresh Prajapati નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 03 ઓગસ્ટ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “એચડીએફસી બેંક દ્વારા વર્ષ 2021માં પાસ થયેલા ઉમેદવારોને નોકરની ન આપવાનું જણાવવામાં આવ્યુ છે.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. કોરોના વાયરસના કારણે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા માસ પ્રમોશનની જાહેરાત કરવામાં આવી છે.

તેમજ એચડીએફસી બેંકની આ જાહેરાતને લઇ સર્ચ કરતા અમને ટીવીનાઈન ગુજરાતીનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “બેંક દ્વારા બહાર પાડવામાં આવેલી આ જાહેરાતમાં ટાઈપિંગ મિસ્ટેક હતી અને બેંક દ્વારા બીજી જાહેરાત બહાર પાડવામાં આવી હતી અને તેમા વર્ષ 2021માં પાસ થયેલા ઉમેદવારોની અરજીને મંજૂરી આપવામાં આવી હતી.

Tv9 Gujarati | Archive

HDFC Bank Cares દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી આ જ જાહેરાતના સંદર્ભમાં ટ્વિટ કરી અને માહિતી આપી હતી કે, “આ એક ટાઈપિંગ ભૂલ છે. જે બદલ ખેદ છે અને બેંક દ્વારા સાચી જાહેરાત બહાર પાડવામાં આવી છે.

Archive

તેમજ આ અંગેની મિડિયાને પણ બેંક દ્વારા જાણ કરવામાં આવી હતી અને પ્રતિષ્ઠિત મિડિયા હાઉસ ડીએનએ ઇન્ડિયા, ઝી ન્યુઝ, ઇન્ડિયા.કોમ દ્વારા આ અંગે માહિતી આપતા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

તેમજ બેંક દ્વારા પ્રસારિત સાચી જાહેરાત તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં સાબિત થાય છે કે, બેંક દ્વારા વર્ષ 2021માં પાસ થયેલા વિદ્યાર્થીઓની ઉમેદવારી પણ માન્ય ગણવામાં આવી છે. જાહેરાતમાં ટાઇપિંગ ભૂલ થઈ હતી.

Avatar

Title:શું ખરેખર HDFC બેંક દ્વારા કહેવામાં આવ્યુ કે, 2021માં પાસ થયેલા ઉમેદવારો માટે નોકરીઓ નહીં હોય.?

Fact Check By: Yogesh Karia

Result: False