શું ખરેખર સુરતમાં રસ્તા પર પડેલા ભૂવાનો ફોટો છે…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયામાં એક ફોટો ખૂબ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં જોવામળે છે કે, રોડની વચ્ચે ખૂબ જ મોટો ખાડો પડ્યો છે અને આ ખાડામાં જમીન અંદર ચાલી ગઈ છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો સુરતના રસ્તા પર પડેલા ખાડાનો ફોટો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો સુરતનો નહિં પરંતુ અમદાવાદ શહેરમાં વર્ષ 2017માં પડેલા ખાડાનો ફોટો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Raju Navda Diyora નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 04 ઓગસ્ટ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો સુરતના રસ્તા પર પડેલા ખાડાનો ફોટો છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને આઈપીએસ સંજીવ ભટ્ટ દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં આ ખાડાની અન્ય તસ્વીરો પણ શેર કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યુ હતુ કે, “સ્માર્ટ સિટિ અમદાવાદમાં પડેલા ખાડાની આ તસ્વીરો છે.

Archive 

તેમજ ટ્વિટમાં જોવા મળતા ફોટોમાં આસ પાસ લાગેલા સેફટીમાં જોવા મળે છે કે, “AMC” લખેલુ છે. એએમસી એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) જે તમે નીચે જોઈ શકો છો. 

તેમજ અમારી પડતાલને વધૂ મજબૂત કરવા અમે અમદાવાદના ટીવીનાઈન ગુજરાતીના સ્થાનિક રિપોર્ટર જિગ્નેશ પટેલનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ અમદાવાદમાં વર્ષ 2017માં પડેલા ભૂવાનો ફોટો છે. આ અમદાવાદના સ્વસ્તિક ચાર રસ્તા પાસે પડેલા ભૂવાનો ફોટો છે. સુરતનો હોવાની વાત તદ્દન ખોટી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો સુરતનો નહિં પરંતુ અમદાવાદ શહેરમાં વર્ષ 2017માં પડેલા ખાડાનો ફોટો છે.

Avatar

Title:શું ખરેખર સુરતમાં રસ્તા પર પડેલા ભૂવાનો ફોટો છે…?

Fact Check By: Yogesh Karia 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •