જાણો અમિત શાહના નિવેદનના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમિત શાહ એવું કહી રહ્યા છે કે, સંશાધન પર પ્રથમ અધિકાર લઘુમતીઓનો છે. આદિવાસી અને દલિતનો નથી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય […]

Continue Reading

શું ખરેખર કોંગ્રેસની ચૂંટણી રેલીમાં સાઉથ સુપર સ્ટાર અલ્લુ અર્જુન પ્રચાર કરી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

આ વાયરલ વીડિયો ત્યારે લેવામાં આવ્યો હતો જ્યારે અલ્લુ અર્જુને ઓગસ્ટ 2022માં ન્યૂયોર્કમાં ઈન્ડિયા ડે પરેડમાં ગ્રાન્ડ માર્શલ તરીકે સેવા આપી હતી. 2024ની સામાન્ય ચૂંટણીને લઈને સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો અને તસવીરો વાયરલ થઈ રહી છે. હાલમાં દક્ષિણ ભારતીય અભિનેતા અલ્લુ અર્જુનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો […]

Continue Reading

જાણો ટેબલ પર કોંગ્રેસના ઝંડા પર માથું નાખીને સૂતેલા વ્યક્તિના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ટેબલ પર કોંગ્રેસના ઝંડા પર માથુ નાંખીને સૂતેલા વ્યક્તિનો એક ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં દેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી દરમિયાનનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ટેબલ […]

Continue Reading

કોંગ્રેસ દ્વારા કાળા કપડા પહેરી કરાયેલા વિરોદ્ધ પ્રદર્શનનું રામમંદિર સાથે શું છે લેવા-દેવા…? જાણો શું છે સત્ય….

વાયરલ ફોટો વર્ષ 2020નો નથી. રાહુલ ગાંધી અને કોંગ્રેસના સાંસદ રામ મંદિરના પાયાનો વિરોધ કરી રહ્યા ન હતા. તેઓ મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે સરકારનો વિરોધ કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને અન્ય સભ્યો કાળા કપડામાં જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો […]

Continue Reading

Election: શું ખરેખર મહેન્દ્ર સિંહ ધોની દ્વારા કોંગ્રેસને સમર્થન આપવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

ધોની દ્વારા કોંગ્રેસને સમર્થન આપવામાં નથી આવ્યુ ચેન્નઈ સુપર કિંગ્સના ટ્વિટર એકાઉન્ટ પર વર્ષ 2020માં 6 મિલિયન ફોલોયર્સ થયા હતા ત્યારે તેમણે આ પોસ્ટ કરી હતી. લોકસભા ચૂંટણીને લઈ સોશિયલ મીડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. ત્યારે હાલમાં મહેન્દ્ર સિંહ ધોનીનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ પંજો બતાવી રહ્યા […]

Continue Reading

જાણો કોંગ્રેસ પાર્ટી ભાગલા પાડો અને રાજનીતિ કરોની નીતિ અપનાવી રહી છે એવું કહી રહેલા રાહુલ ગાંધીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, એકબાજુ ભાજપના લોકો બધાને એકસાથે લાવવાની કોશિશ કરી રહ્યા છે અને બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી એક ધર્મને બીજા ધર્મથી અલગ કરી રહી છે, એક […]

Continue Reading

જાણો ભાજપના નેતાઓ સાથે ચાની ચુસકી લઈ રહેલા કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતાઓ સાથે ચાની ચુસકી લઈ રહેલા કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ તાજેતરમાં ભાજપના નેતાઓ સાથે ચાની સુસકી લીધી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેન કોંગ્રેસમાં જોડાયા હોવાના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પત્ની જોશોદાબેનના નામે સમાચારના સ્ક્રીનશોટનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેન કોંગ્રેસમાં જોડાયા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પત્ની […]

Continue Reading

જાણો કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે મુસ્લિમો વિશે આપેલા નિવેદન અંગે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસના નેતા ચંદનજી ઠાકોરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસના નેતા ચંદનજી ઠાકોરે એક સભામાં એવું નિવેદન આપ્યું છે કે, આ દેશને અને કોંગ્રેસને હવે લઘુમતિ સમાજ એટલે કે મુસ્લિમો જ બચાવી શકે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર વિરાટ કોહલી રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ જોઈ રહ્યો છે…? જાણો શું છે સત્ય….

વિરાટ કોહલી રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ જોઈ રહ્યો ન હતો. અસલી ફોટો એડિટ કરીને ફોનમાં રાહુલ ગાંધીનો ફોટો મુકવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીનો એક કથિત ફોટો વાયરલ થઈ રહ્યો છે જે તેના મોબાઈલ પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનો વીડિયો જોઈ રહ્યો છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વિરાટ […]

Continue Reading

જાણો કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને મત આપવાની અપીલ કરી રહેલા અલ્પેશ ઠાકોરના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતા અલ્પેશ ઠાકોરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અલ્પેશ ઠાકોર લોકોને કોંગ્રેસના બનાસકાંઠાના લોકસભા સીટના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને મત આપવાની અપીલ કરી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

જાણોહોળી મનાવી રહેલા સોનિયા ગાંધીના પરિવારનાવાયરલથઈ રહેલા વીડિયોનુંશું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હોળી મનાવી રહેલા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે કેટલાક લોકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે,સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત લોકોએ તાજેતરમાં હોળી મનાવી તે સમયનો આ વીડિયો છે.પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

જાણો બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની સભામાં ઉમટેલી ભીડના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોની ભીડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની સભામાં ઉમટેલા લોકોની ભીડનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધીની સભામાં મોદી-મોદીના નારા લાગ્યા…? જાણો શું છે સત્ય….

આ વીડિયો વર્ષ 2017માં ગાંધીનગરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા આયોજિત નવસર્જન જનદેશ મહાસંમેલન દરમિયાનનો છે. જેને ડિજટલી એડિટ કરવામાં આવ્યો છે અને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને તમામ પક્ષો દ્વારા પ્રચાર-પ્રસારના પડઘમ વગાડી દેવામાં આવ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં તમામ વિરોધી પાર્ટીઓને ટાર્ગેટ કરી અને […]

Continue Reading

જાણો વિઠ્ઠલ ભગવાનની મૂર્તિ લેવાનું ના કહી રહેલા રાહુલ ગાંધીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધીએ વિઠ્ઠલ ભગવાનની મૂર્તિ લેવાની ના કહી દીધી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો જે વીડિયો મૂકવામાં આવ્યો […]

Continue Reading

રાહુલ ગાંધીનો બીજેપીની ટોપી પહેરેલો ફોટો એડિટ કરવામાં આવ્યો છે. જાણો શું છે સત્ય….

હાલમાં એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં રાહુલ ગાંધીએ ભગવા કલરની બીજેપીની ટોપી પહેરી હોવાનું જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાહુલ ગાંધી દ્વારા બીજેપીને સમર્થન કરતા કેસરી કલરની ભાજપાની ટોપી પહેરી.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 04 માર્ચ […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધી હાલમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને સમર્થન આપવા ટ્રેક્ટર લઈને પહોચ્યા…? જાણો શું છે સત્ય….

રાહુલ ગાંધી તાજેતરના ખેડૂતોના આંદોલનમાં પહોંચ્યા નથી, વાયરલ તસવીર વર્ષ 2021ની છે જેને ભ્રામક દાવાઓ સાથે ફેલાવવામાં આવી રહી છે. MSP માટે કાયદો બનાવવાની સાથે સ્વામીનાથન કમિશનની તમામ ભલામણોને લાગુ કરવાની માંગને લઈને ખેડૂતોનું આંદોલન ફરી ચાલુ છે. આ દરમિયાન રાહુલ ગાંધીની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેમાં તેઓ કોંગ્રેસના અન્ય નેતાઓ […]

Continue Reading

રાહુલ ગાંધીની એડિટેડ તસ્વીર ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહી… જાણો શું છે સત્ય….

મુળ ફોટોમાં કેરળની એક છોકરી રાહુલ ગાંધીને તેમનુ સ્કેચ રજૂ કરી રહી છે. જે  તસવીર વર્ષ 2022ની “ભારત જોડો” યાત્રા દરમિયાન લેવામાં આવી હતી. હાલમાં કોંગ્રેસ દ્વારા ભારત જોડો ન્યાય યાત્રા કાઢવામાં આવી છે. જેનુ નેતૃત્વ રાહુલ ગાંધી કરી રહ્યા છે. આ વચ્ચે રાહુલ ગાંધીની એક ફોટો વાયરલ થઈ રહી છે, જેમાં એક છોકરી તેમને […]

Continue Reading

શું રાહુલ ગાંધીએ પાર્ટીના કાર્યકર્તાને કૂતરાએ ખાધેલુ બિસ્કિટ ઓફર કર્યું હતુ…? જાણો શું છે સત્ય….

રાહુલ ગાંધીએ જ્યારે એક કૂતરાને બિસ્કિટ આપ્યું તો કૂતરો ડરી ગયો અને તેણે બિસ્કિટ ખાધું નહીં. આ જોઈને રાહુલ ગાંધીએ કૂતરાના માલિકને તેને ખવડાવવા માટે બિસ્કિટ આપ્યા. તેમણે પાર્ટીના કાર્યકર્તાને બિસ્કિટ આપ્યા ન હતા. રાહુલ ગાંધી તેમની ભારત જોડો ન્યાય યાત્રા ચાલુ રાખી રહ્યા છે. 14 જાન્યુઆરીએ મણિપુરથી શરૂ થયેલી આ યાત્રા 20 માર્ચે મુંબઈમાં […]

Continue Reading

જાણો કોંગ્રેસના લોકોને સંદેશો આપી રહેલા રાહુલ ગાંધીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી દ્વારા તાજેતરમાં ગુજરાત કોંગ્રેસના લોકોને આપવામાં આવેલા સંદેશાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ […]

Continue Reading

શું ખરેખર વિપક્ષી નેતા ખડગેએ 2024ની ચૂંટણી પહેલા હાર સ્વીકારી લીધી છે…? જાણો શું છે સત્ય….

આ વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. ખડગેએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે આ ચૂંટણીમાં ભાજપ 100 બેઠકો પણ જીતી શકશે નહીં. ભારતમાં 18મી લોકસભાની ચૂંટણી એપ્રિલ અને મે 2024 વચ્ચે યોજાવાની અપેક્ષા છે. જેને લઈને રાજકીય પક્ષો તૈયારીઓમાં વ્યસ્ત છે. આ દરમિયાન વિપક્ષી નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો […]

Continue Reading

જાણો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સભામાં મોદી-મોદીના નારા લાગ્યા હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુસ્સે થયેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સભામાં મોદી-મોદીના નારા લાગ્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન […]

Continue Reading

જાણો હું તો લંડન જતો રહીશ એવું કહી રહેલા રાહુલ ગાંધીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, કંઈ પણ થવાનું નથી. હુંતો લંડન જતો રહીશ. મારા બાળકો તો અમેરિકામાં જઈને ભણશે. મારો હિંદુસ્તાન સાથે કોઈ જ સબંધ નથી. મારી પાસે તો […]

Continue Reading

છતીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બગેલનો ફોટો ખોટા દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

ભૂપેશ બગેલનો આ ફોટો હાલનો નહીં પરંતુ ચૂંટણી પહેલાનો કોંગ્રેસની મિટિંગ દરમિયાનનો છે. છતીસગઢની જનતા દ્વારા હાલની વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસની સરકારને જાકોરો આપ્યો છે. આ જ પૃષ્ટભૂમિ પર છતીસગઢના પૂર્વ મુખ્યમંત્રીનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જે ફોટોમાં તેઓ કેન્ડી ક્રશ ગેમ રમતા જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

જાણો ભાજપની ટોપી પહેરીને દારુ વહેંચી રહેલા વ્યક્તિના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપની ટોપી પહેરીને દારુ વહેંચી રહેલા વ્યક્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રાજસ્થાનમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ રીતે દારુ વહેંચવામાં આવી રહ્યો છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત […]

Continue Reading

જાણો ભારતમાતા કોણ છે? એવું કહી રહેલા રાહુલ ગાંધીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, આપણે બધા ભારતમાતા કી જયનો નારો લગાવીએ છીએ તો આ ભારતમાતા કોણ છે?. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય […]

Continue Reading

કમલનાથનો એડિટેડ વીડિયો ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

મુસ્લિમ નેતાઓ સાથેની બેઠકમાં મસ્જિદની જમીન પાછી મેળવવાના દાવા સાથે વાયરલ થઈ રહેલી કમલનાથની વીડિયો ક્લિપ ડીજીટલી એડિટ કરવામાં આવ્યો છે. હાલમાં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથની એક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ કથિત રીતે મસ્જિદની જગ્યાને ‘પાછા’ લેતા જોવા મળી રહ્યા છે. મુસ્લિમો કલમ 370 પર ‘પુનઃવિચાર’ કરવાનું વચન આપતા […]

Continue Reading

સુપ્રિયા શ્રીનેતે પ્રશ્ન કર્યો ન હતો કે પૂજા સામગ્રી પર GST કેમ નથી.. જાણો શું છે સત્ય….

વેરિફિકેશન બાદ જાણવા મળ્યું કે વાયરલ વીડિયો આંશિક છે. મૂળભૂત રીતે, સુપ્રિયા શ્રીનેત ગંગા જળ પર વસૂલવામાં આવતા GST અંગે ભાજપ સરકારને પ્રશ્ન કરી રહી હતી. કોંગ્રેસના સોશિયલ મીડિયા વિભાગના વડા સુપ્રિયા શ્રીનેથનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં તેણી કહે છે, “રૂદ્રાક્ષ અને તુલસીની માળા, પવિત્ર દોરો, અનબ્રાંડેડ મધ, કાલવ […]

Continue Reading

જાણો કોંગ્રેસને ભ્રષ્ટાચારનું એપીસેન્ટર કહી રહેલા રાહુલ ગાંધીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, કોંગ્રેસ ભ્રષ્ટાચારનું એપીસેન્ટર છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો જે […]

Continue Reading

ભાજપની રેલી તરીકે જે વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે તે વાસ્તવમાં જેજેપીની રેલીનો છે, દાવો ખોટો છે….

રાજસ્થાનમાં વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં હવે મોટા નેતાઓની સભાઓમાં ભીડને લઈને મોટી અસરો થઈ રહી છે. થોડા દિવસો પહેલા જયપુરના દાડિયામાં પીએમ નરેન્દ્ર મોદીની ‘પરિવર્તન સંકલ્પ મહાસભા’માં લાખોની ભીડ જોવા મળી હતી. હવે આની સાથે એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં કેટલીક મહિલાઓને એવું કહેતી સાંભળી શકાય […]

Continue Reading

મંદિર તોડી પાડવાનો દાવો ખોટો, મૂર્તિને ખેંચી જવાનો આ મામલો પરંપરાનો ભાગ છે… જાણો શું છે સત્ય….

મંદિર તોડી પાડવાનો દાવો ખોટો છે. આ વાયરલ વીડિયો 2021નો છે અને તે એક પ્રાચીન પરંપરા છે જો વરસાદ ન હોય અથવા રોગ જેવી આફત હોય ત્યારે કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ટ્રેક્ટરની મદદથી ભૈરો બાબાની મૂર્તિને તોડીને જમીન પર ખેંચવામાં આવી રહી છે. વીડિયોમાં કેટલાક પોલીસકર્મીઓ પણ […]

Continue Reading

ભારતના પૂર્વ વડાપ્રધાનના ફેક ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવેલી ટ્વિટ વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારત દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ દ્વારા કરવામાં આવેલી એક ટ્વિટ વાયરલ થઈ રહી છે. આ લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારત દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ દ્વારા આ ટ્વિટ કરવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં […]

Continue Reading

રાહુલ ગાંધીએ શ્રાવણ મહિનામાં માંસાહારી ભોજન નથી લીધુ… જાણો શું છે સત્ય….

રાહુલ ગાંધીનો માંસાહારી ભોજન લેતો આ વીડિયો જૂનો છે. એપ્રિલ મહિના દરમિયાનનો દિલ્હીના રેસ્ટારન્ટનો આ વીડિયો છે. શ્રાવણ મહિના દરમિયાનનો હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં તમે તેમને એક રેસ્ટોરન્ટમાં નોનવેજ ભોજન કરતા જોઈ શકો છો. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

રાહુલ ગાંધીનું અધૂરું નિવેદન ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું એક નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધીએ સંસદમાં પોતાના ભાષણમાં એવું કહ્યું કે, રાવણની લંકા હનુમાનજીએ નહોતી સળગાવી અને રાવણનો વધ પણ રામે નહોતો કર્યો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય […]

Continue Reading

કોંગ્રેસના નેતાઓનો એડિટેડ ફોટો ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

કોંગ્રેસના નેતાઓના ફોટોમાં પાછળની દિવાલ પર લાગેલો ફોટો ડિજીટલી એડિટ કરવામાં આવ્યો છે. તેને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો છે. કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસની જીત થયા બાદ કોંગ્રેસના નેતાઓને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં કોંગ્રેસ પ્રમુખ મલિકા અર્જુન ખડકે, સિદ્ધારમૈયા, ડીકે શિવકુમાર સહિતના નેતાનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. […]

Continue Reading

કર્ણાટકમાં કોંગ્રેસની જીતની ઉજવણી તરીકે મણિપુરમાં ગૌહત્યાનો જૂનો વીડિયો શેર કરવામાં આવી રહ્યો…. જાણો શું છે સત્ય….

આ ઘટનાને 2023ની કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત સાથે કોઈ લેવાદેવા નથી. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની જીત બાદ સોશિયલ મીડિયા પર વિવિધ દાવાઓ કરવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેને કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ ઘટનાના નામે ફેલાવવામાં આવી રહ્યો છે. વીડિયો ક્લિપમાં કેટલાક લોકો […]

Continue Reading

Fake News: શું ખરેખર વાનરોને ભોજન કરવતો વીડિયો કર્ણાટકનો છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો કર્ણાટકનો નહિં પરંતુ મહારાષ્ટ્રના અકોલાનો હનુમાન જયંતિ દરમિયાનનો છે. ગત શનિવારે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યુ હતુ. દરમિયાન કોંગ્રેસ દ્વારા બજરંગ બલીના નામ સાથે સોશિયલ મીડિયામાં ખૂબ જ કોમ્પિયન ચલાવવામાં આવી રહ્યુ છે. આ વચ્ચે વાનરોને ભોજન કરાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોને શેર […]

Continue Reading

કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ પાકિસ્તાની ધ્વજ લહેરાવવામાં આવ્યો ન હતો.. જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, વીડિયોમાં દેખાતો લીલો ધ્વજ પાકિસ્તાની ધ્વજ નહીં પણ ધાર્મિક ધ્વજ હતો, આ સ્થળ પર અનેક ધ્વજ સુમેળપૂર્વક લહેરાવવામાં આવ્યા હતા, જે સમર્થકોમાં એકતા અને એકતા દર્શાવે છે. 135 બેઠકોની આકર્ષક સંખ્યા સાથે કોંગ્રેસ પાર્ટીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023માં ભારતીય જનતા પાર્ટી (BJP) પર વિજય […]

Continue Reading

શું ખરેખર ભાજપા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ તાજેતરમાં બજરંગ દળ વિરૂદ્ધ નિવેદન આપ્યુ હતુ…? જાણો શું છે સત્ય…

જ્યોતિરાદિત્ય સિંધિયાએ જ્યારે કોંગ્રેસ પાર્ટીમાં હતા ત્યારે બજરંગ દળ વિરુદ્ધ આ નિવેદન આપ્યું હતું.  ભાજપ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે બજરંગ દળ વિરૂદ્ધ બોલતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જ્યોતિરાદિત્ય સિંધિયા હાલમાં જ બીજેપીમાં રહીને બજરંગ દળની વિરૂદ્ધ […]

Continue Reading

સોનિયા ગાંધી દ્વારા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘનું અપમાન કરવામાં આવ્યુ ન હતુ… જાણો શું છે સત્ય…

સોનિયા ગાંધીએ મનમોહન સિંહ સાથે તેમની જગ્યા બદલવી પડી હતી કારણ કે, તેઓ અજાણતા પીએમની નિયુક્ત સીટ પર બેઠા હતા. ભૂતપૂર્વ વડા પ્રધાનનો અનાદર કરવામાં આવ્યો હોવાનો વાત તદ્દન ખોટી છે. સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં મનમોહન સિંઘ એક ખુરશી પર બેસેલા જોઈ […]

Continue Reading

નેતાઓની જન્મ તારીખને લઈ સોશિયલ મીડિયામાં ખોટા માહિતી વાયરલ થઈ રહી.. જાણો શું છે સત્ય….

મનમોહન સિંઘના જન્મદિવસે આંતરરાષ્ટ્રીય બહેરા-મૂંગા દિવસ નથી ઉજવવામાં આવી રહ્યો, તેમજ મેરા નામ જોકર ફિલ્મ રાહુલ ગાંધીના જન્મદિવસના દિવસે રિલિઝ ન હતી થઈ. સોશિયલ મિડિયામાં એક પોસ્ટ ઘણી વાયરલ થઈ રહી છે. જેમાં કોંગ્રેસના બે કદાવર નેતા તેમજ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જન્મ તારીખને લઈ દાવો કરવામાં આવી રહ્યો છે. શું […]

Continue Reading

રાહુલ ગાંધી દ્વારા વર્ષ 2013 માં યુપીએ સરકારનો અધ્યાદેશ ફાડવાના વાયરલ ફોટોનું જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વર્ષ 2013 માં રાહુલ ગાંધીએ યુપીએ સરકારનો અઘ્યાદેશ ફાડી નાખ્યો હતો તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં રાહુલ ગાંધીનો […]

Continue Reading

ફોટોમાં રાહુલ ગાંધી સાથે ઉભેલી વ્યક્તિ હિંડનબર્ગ રિસર્ચના સ્થાપક નાથન એન્ડરસન નથી…જાણો શું છે સત્ય…

વાયરલ ફોટામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હિંડનબર્ગ રિસર્ચના સ્થાપક નાથન એન્ડરસન સાથે નહીં પરંતુ જર્મન મંત્રી નીલ્સ એનન સાથે ઉભા છે. કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીની એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થી રહી છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાહુલ ગાંધીની બાજુમાં ઉભેલી વ્યક્તિ હિંડનબર્ગ રિસર્ચના સ્થાપક નાથન એન્ડરસન […]

Continue Reading

શું ખરેખર રાહુલ ગાંધીએ પાઘડી પહેરવાની ના પાડી દિધી હતી…? જાણો શું છે સત્ય….

આ વીડિયોમાં રાહુલ ગાંધી પાઘડી પહેરવાની ના નથી પાડી રહ્યા છે. તે એક મહિલાને તેની સાથે ફોટો પડાવવાની મનાઈ કરી રહ્યા છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો પંજાબ દરમિયાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે રાહુલ ગાંધીને એક વ્યક્તિ સાથે વાત કરતા જોઈ શકો છો. તે દરમિયાન તે કહે છે, “હવે નહીં મેડમ, […]

Continue Reading

Fake News: કોંગ્રેસના ધારાસભ્ય તારા પ્રસાદ ભાગરપતિ અન્ય કોઈ મહિલાને નહીં પરંતુ તેમની પત્નીને ફ્લાઈંગ કિસ આપી રહ્યા હતા.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં, એક સારો પોશાક પહેરેલો માણસ તેની બાજુમાં ઉભેલી મહિલા સાથે બળજબરીથી હાથ મિલાવે છે. 32 સેકન્ડનો વીડિયો શેર કરતા કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે “કોંગ્રેસ નેતા પર મહિલાઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? Hitendra Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ […]

Continue Reading

મંદિરના પૂજારીઓ અને તપસ્વીઓ વિશે બોલી રહેલા રાહુલ ગાંધીના વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય…

તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, આ દેશ પૂજારીઓનો નહીં પરંતુ તપસ્વીઓનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો […]

Continue Reading

રાહુલ ગાંધીના અધૂરા વિડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

રાહુલ ગાંધી રાજસ્થાનના બાળકોના સંદર્ભમાં કહી રહ્યા છે. તેઓ પોતાની વાત કરી નથી રહ્યા તેમજ તેમના ભાષણ દરમિયાન તેમની જીભ ફસલી ગઈ હતી. જેમને તેમણે તરત જ સુધારી લીધી હતી. રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે, “पूरी दुनिया के साथ कम्युनिकेट कर सकता हूं […]

Continue Reading

Fake News: શું રાહુલ ગાંધીએ હિન્દી ભાષા પર સવાલ ઉઠાવીને કહ્યું કે તે બહારની દુનિયામાં ઉપયોગી નહીં થાય…?

આ વિડિયો અધૂરો છે. મૂળ વીડિયોમાં રાહુલ ગાંધી કહી રહ્યા છે કે હિન્દીની સાથે અંગ્રેજીનો પણ અભ્યાસ કરવો જોઈએ કારણ કે વિદેશોમાં અંગ્રેજી ઉપયોગી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને વડાપ્રધાન મોદીનો એક તુલનાત્મક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે રાહુલ ગાંધીને એમ કહેતા સાંભળી શકો છો કે જો તમારે બાકીની દુનિયા […]

Continue Reading

શું ખરેખર ઈંદોર ખાતે ભારત જોડો યાત્રામાં ઉમટેલી ભીડનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય…

તાજેતરમાં સમગ્ર ભારતમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો યાત્રા કરવામાં આવી રહી છે ત્યારે રાહુલ ગાંધી સાથે ચાલતાં ઉમટેલી ભીડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈંદોર ખાતે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં ઉમટેલી ભીડનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]

Continue Reading

નેતાઓની જન્મ તારીખો સાથે દિવસોને જોડી અને ખોટા દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

મનમોહન સિંઘના જન્મદિવસે આંતરરાષ્ટ્રીય બહેરા-મૂંગા દિવસ નથી ઉજવવામાં આવી રહ્યો, તેમજ મેરા નામ જોકર ફિલ્મ રાહુલ ગાંધીના જન્મદિવસના દિવસે રિલિઝ ન હતી થઈ. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના સોશિયલ મિડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ હતી. જેમાં કોંગ્રેસના બે કદાવર નેતા, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જન્મ તારીખને લઈ દાવો કરવામાં આવી રહ્યો છે.  […]

Continue Reading