કોંગ્રેસ દ્વારા કાળા કપડા પહેરી કરાયેલા વિરોદ્ધ પ્રદર્શનનું રામમંદિર સાથે શું છે લેવા-દેવા…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

વાયરલ ફોટો વર્ષ 2020નો નથી. રાહુલ ગાંધી અને કોંગ્રેસના સાંસદ રામ મંદિરના પાયાનો વિરોધ કરી રહ્યા ન હતા. તેઓ મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે સરકારનો વિરોધ કરી રહ્યા હતા.

સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને અન્ય સભ્યો કાળા કપડામાં જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, 5 ઓગસ્ટ, 2020ના રોજ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના તમામ સાંસદો રામ મંદિરના શિલાન્યાસના વિરોધમાં કાળા વસ્ત્રો પહેરીને સંસદ ભવન ગયા હતા.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 18 એપ્રિલ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના તમામ સાંસદો રામ મંદિરના શિલાન્યાસના વિરોધમાં કાળા વસ્ત્રો પહેરીને સંસદ ભવન ગયા હતા.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

રિવર્સ ઇમેજ સર્ચમાં જાણવા મળ્યું કે આ ફોટો ટેલિગ્રાફ ઇન્ડિયા દ્વારા 5 ઓગસ્ટ, 2022ના રોજ શેર કરવામાં આવ્યો હતો.

આ ફોટાની સાથે, એવા અહેવાલ હતા કે રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસના સાંસદોએ મોંઘવારી, બેરોજગારી અને આવશ્યક ચીજવસ્તુઓ પર જીએસટી દરમાં વધારા સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

તે જ સમયે, રાહુલ ગાંધી અને કોંગ્રેસના સાંસદોએ રાષ્ટ્રપતિ ભવનમાં વિરોધ દર્શાવવા માટે કાળા કપડા પહેર્યા હતા.

વાયરલ ફોટો એ જ પ્રદર્શનનો છે. 

Telegraph India | Archive

ઇન્ડિયા ટીવીના સમાચાર મુજબ “કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પાર્ટીના સાંસદો સાથે રાષ્ટ્રપતિ ભવન ખાતે 5 ઓગસ્ટ, 2022ના રોજ નવી દિલ્હીમાં મોંઘવારી, બેરોજગારી અને આવશ્યક ચીજવસ્તુઓ પર GST વધારા સામે વિરોધ દર્શાવ્યો હતો.” 

જે પ્રદર્શનકારીઓ ભવનના સભ્ય ન હતા તેઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચે તે પહેલા દિલ્હી પોલીસે તેમની અટકાયત કરી હતી અને થોડા સમય બાદ તેમને છોડી દેવામાં આવ્યા હતા.

રામ મંદિર ભૂમિ પૂજન

5મી ઓગસ્ટ 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રામ મંદિરનું ભૂમિપૂજન પૂર્ણ થયું હતું.

ભૂમિપૂજનને કોંગ્રેસનું સમર્થન

સૌથી પહેલા પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને રામ મંદિર ભૂમિપૂજનને સમર્થન આપ્યું હતું કે ‘રામ દરેકના છે’. જે બાદ મનીષ તિવારી, કમલનાથ, દિગ્વિજય સિંહ વગેરે સહિત ઘણા કોંગ્રેસી નેતાઓ રામ મંદિર ભૂમિપૂજનના સમર્થનમાં આગળ આવ્યા હતા.

રાહુલ ગાંધીએ પણ ભૂમિપૂજનના દિવસે ટ્વિટ કર્યું હતું કે, રામ પ્રેમ, કરૂણા અને ન્યાય છે. તમે આખા સમાચાર અહીં વાંચી શકો છો. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ ફોટો વર્ષ 2020નો નથી. રાહુલ ગાંધી અને કોંગ્રેસના સાંસદ રામ મંદિરના પાયાનો વિરોધ કરી રહ્યા ન હતા. તેઓ મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે સરકારનો વિરોધ કરી રહ્યા હતા. 

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:કોંગ્રેસ દ્વારા કાળા કપડા પહેરી કરાયેલા વિરોદ્ધ પ્રદર્શનનું રામમંદિર સાથે શું છે લેવા-દેવા…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False