જાણો બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની સભામાં ઉમટેલી ભીડના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોની ભીડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની સભામાં ઉમટેલા લોકોની ભીડનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોની ભીડનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની સભામાં ઉમટેલા લોકોની ભીડનો નહીં પરંતુ કર્ણાટકમાં 5 માર્ચે યોજાયેલી એક બળદગાડાની રેસનો છે. આ વીડિયોને ગુજરાત સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 19 માર્ચ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, # હા સિંહણ. જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની સભામાં ઉમટેલા લોકોની ભીડનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, વીડિયોમાં લોકો ગુજરાતી નહીં પરંતુ કોઈ અલગ જ ભાષા બોલી રહ્યા છે.

ત્યાર બાદ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો સતીષ ગૈકર નામના યુટ્યુબ યુઝર દ્વારા 11 માર્ચ, 2024 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો એક બળદગાડાની રેસનો છે. વધુમાં આ વીડિયો પરથી અમને એ પણ જાણવા મળ્યું હતું કે, લોકોની આ ભીડ બળદગાડાની રેસ જોવા એકઠી થઈ હતી.

ઉપરોક્ત આજ વીડિયો અમને એક ઈન્સ્ટાગ્રામ યુઝર દ્વારા પણ 10 માર્ચના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. 

ઉપરોક્ત બંને વીડિયોની સરખામણી કરતાં અમને બંને વીડિયોમાં એક જ પોસ્ટર જોવા મળ્યું હતું. જેના પરથી એ સ્પષ્ટ થાય છે કે, આ વીડિયો બળદગાડાની રેસનો અને ગુજરાત બહારનો જ છે. નીચે તમે બંને સ્ક્રીનશોટ જોઈ શકો છો.

Viral Video Screenshot –

Instagram Video Screenshot –

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને એ જાણવા મળ્યું હતું કે, આ વીડિયો કર્ણાટકના બેલગામમાં યોજાયેલી એક બળદગાડાની રેસનો છે. 5 માર્ચ, 2024 ના રોજ કોંગ્રેસના ધારાસભ્ય પ્રકાશ હુક્કીરેના જન્મદિવસ પર બળદગાડાના રેસનું આયોજન કરવામાં આવ્યું હતું તે સમયનો આ વીડિયો છે.

બળદગાડાની આ રેસના વીડિયોનું લાઈવ એક સમાચાર ચેનલ પર પણ કરવામાં આવ્યું હતું. જે તમે નીચે જોઈ શકો છો. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોની ભીડનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની સભામાં ઉમટેલા લોકોની ભીડનો નહીં પરંતુ કર્ણાટકમાં 5 માર્ચે યોજાયેલી એક બળદગાડાની રેસનો છે. આ વીડિયોને ગુજરાત સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title: જાણો બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની સભામાં ઉમટેલી ભીડના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

Written By: Vikas Vyas 

Result: False

Leave a Reply