જાણો ટેબલ પર કોંગ્રેસના ઝંડા પર માથું નાખીને સૂતેલા વ્યક્તિના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

ગેરમાર્ગે દોરનાર I Misleading રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ટેબલ પર કોંગ્રેસના ઝંડા પર માથુ નાંખીને સૂતેલા વ્યક્તિનો એક ફોટો વાયરલ થઈ રહ્યા છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં દેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી દરમિયાનનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ટેબલ પર કોંગ્રેસના ઝંડા પર માથુ નાંખીને સૂતેલા વ્યક્તિનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2019 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટા સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 19 એપ્રિલ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, પ્રથમ ચરણમાં કોંગ્રેસનું મરણ . પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં દેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી દરમિયાનનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો અમને એક ટ્વિટર યુઝર દ્વારા 11 એપ્રિલ, 2019 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, પોલિંગ બૂથની બહાર આરામ કરી રહેલો કોંગ્રેસનો કાર્યકર્તા.

જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2019 નો છે.

આજ ફોટો અન્ય કેટલાક ટ્વિટર યુઝર દ્વારા વર્ષ 2019 માં અપલોડ કરવામાં આવ્યો હતો. જે તમે અહીં જોઈ શકો છો. Twitter Post 1 

અમારી વધુ તપાસમાં અમને આજ ફોટો વર્ષ 2019 માં ફેસબુક પર પણ અન્ય એક ફેસબુક યુઝર દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ટેબલ પર કોંગ્રેસના ઝંડા પર માથુ નાંખીને સૂતેલા વ્યક્તિનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2019 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટા સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યા છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો ટેબલ પર કોંગ્રેસના ઝંડા પર માથું નાખીને સૂતેલા વ્યક્તિના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: Misleading