જાણો ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ વાપરવાવાળા યુવાનોને કોંગ્રેસ સરકાર દર મહિને 8500 ચૂકવશે એવું કહી રહેલા રાહુલ ગાંધીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Altered રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ વાપરવાવાળા યુવાનોને કોંગ્રેસ સરકાર દર મહિને 8500 ચૂકવશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટ કરેલો છે. વાસ્તવિક વીડિયોમાં રાહુલ ગાંધીએ સ્નાતક અને ડિપ્લોમા ધારક યુવાનોને વાર્ષિક રૂ. 1 લાખ એટલે કે દર મહિને રૂ. 8500ની એપ્રેન્ટિસશીપ આપવાની જાહેરાત કરી હતી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 25 એપ્રિલ, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ વાપરવાવાળા યુવાનોને કોંગ્રેસ સરકાર દર મહિને 8500 ચૂકવશે.

Facebook Post

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ ગુગલનો સહારો લઈ જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને Economic Times YouTube ચેનલ પર વાયરલ વીડિયોનું વિસ્તૃત સંસ્કરણ મળ્યું. 22 એપ્રિલ, 2024ના રોજ અપલોડ કરાયેલા વીડિયો સાથેની વિગતો દર્શાવે છે કે, બિહારના ભાગલપુરમાં રાહુલ ગાંધીની રેલી યોજાઈ હતી. જ્યાં તેમણે સ્નાતક અને ડિપ્લોમા ધારક યુવાનોને વાર્ષિક 1 લાખ રૂપિયા એટલે કે 8500 રૂપિયા પ્રતિ માસની એપ્રેન્ટિસશિપ આપવાની જાહેરાત કરી હતી. તેમણે ભારતભરમાં ઓછી આવક ધરાવતા પરિવારોની મહિલાઓને દર મહિને 8500 રૂપિયા આપવાનું વચન પણ આપ્યું હતું.

Archive

આ સિવાય રાહુલ ગાંધીના આ સમાચાર ઈકોનોમિક્સ ટાઈમ્સની વેબસાઈટ પર જોઈ શકાય છે.

અમારી તપાસ દરમિયાન, અમે રાહુલ ગાંધીની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર આ વીડિયોનું સંપૂર્ણ સંસ્કરણ જોયું. જે 20 એપ્રિલ, 2024ના રોજ પ્રસારિત થાય છે. આ વીડિયો બિહારના ભાગલપુરમાં રાહુલ ગાંધીની જાહેર સભાનો છે. બિહારના ભાગલપુરમાં રાહુલ ગાંધીની જાહેર સભાનો આ અસલી વીડિયો છે.

વાસ્તવમાં, રાહુલ ગાંધી યુવાનો માટે રોજગાર અને બેરોજગારીના મુદ્દે દેશની મોદી સરકાર પર પોતાના વિચારો વ્યક્ત કરે છે. આ સમય દરમિયાન તેઓ યુવાનોને નોકરીઓ આપવા માટે કોંગ્રેસની યોજનાની જાહેરાત કરતાં એવું કહે છે કે, 

हिंदुस्तान के हर युवा को पहली नौकरी का अधिकार हमारी अगली सरकार देने जा रही है। जैसे मनरेगा ने रोजगार का अधिकार दिया है, वैसे ही हम ग्रैजुएट को पहली नौकरी का अधिकार देंगे। फिर वो आगे कहते हैं, ये….जो अप्रेंटिसशिप वाली नौकरियां होंगी, ये प्राइवेट सेक्टर में होंगी, पब्लिक सेक्टर यूनिट्स में होंगी, सरकार में होंगी….तो करोड़ों युवाओं को ट्रेनिंग मिलेंगी, हिंदुस्तान को ट्रेन्ड वर्कफोर्स मिलेगा और हमारे जो युवा हैं, जो आज सड़कों पर घूम रहे हैं, इंस्टाग्राम, फेसबुक देख रहे हैं, उनके बैंक अकाउंट में साल का एक लाख रुपया और 8500 रुपये महीने का टकाटक टकाटक टकाटक टकाटक हमारी सरकार डालेगी। 

થોડે આગળ જતાં આપણે વાયરલ વીડિયો ધરાવતી લાઇન જોઈ શકીએ છીએ. જે પહેલાં રાહુલ ગાંધી એવું કહે છે કે,
ये अप्रेंटिसशिप नौकरियां निजी क्षेत्र, सार्वजनिक क्षेत्र की इकाइयों और सरकारी क्षेत्रों में उपलब्ध होंगी। इस तरह, करोड़ों युवाओं को प्रशिक्षण मिलेगा, भारत को एक प्रशिक्षित कार्यबल मिलेगा। हमारे युवा, जो अभी सड़कों पर घूम रहे हैं और इंस्टाग्राम और फेसबुक यूज कर रहे हैं, उन्हें हमारी सरकार द्वारा प्रति वर्ष 1,00,000 रुपये (8500 रुपये प्रति माह) सीधे उनके बैंक खातों में खटाखट खटाखट खटाखट खटाखट हमारी सरकार डालेगी।

11:27 મિનિટથી 12:55 મિનિટ સુધીની ટાઈમલાઈન પરના વીડિયોને સાંભળતા જ સ્પષ્ટ થઈ જાય છે કે, મૂળ વીડિયો એડિટ કરવામાં આવ્યો છે.

Archive

અમારી વધુ તપાસમાં અમને જાણવા મળ્યું કે, આ યોજનાનો ઉલ્લેખ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં કરવામાં આવ્યો છે.

નીચે તમે રાહુલ ગાંધીના વાયરલ વીડિયો અને ઓરિજીનલ વીડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટ કરેલો છે. વાસ્તવિક વીડિયોમાં રાહુલ ગાંધીએ સ્નાતક અને ડિપ્લોમા ધારક યુવાનોને વાર્ષિક રૂ. 1 લાખ એટલે કે દર મહિને રૂ. 8500ની એપ્રેન્ટિસશીપ આપવાની જાહેરાત કરી હતી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title: જાણો ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ વાપરવાવાળા યુવાનોને કોંગ્રેસ સરકાર દર મહિને 8500 ચૂકવશે એવું કહી રહેલા રાહુલ ગાંધીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: Altered