જાણો ભાજપની ટોપી પહેરીને દારુ વહેંચી રહેલા વ્યક્તિના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપની ટોપી પહેરીને દારુ વહેંચી રહેલા વ્યક્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રાજસ્થાનમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ રીતે દારુ વહેંચવામાં આવી રહ્યો છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં ભાજપની ટોપી પહેરીને દારુ વહેંચી રહેલા વ્યક્તિનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ હાલનો નહીં પરંતુ વર્ષો જૂનો છે. આ વીડિયો વર્ષ 2021 થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. કોંગ્રેસ દ્વારા એ સમયે આ વીડિયો હરિદ્વારમાં ભાજપના નેતા જે.પી,નડ્ડાની રેલી સમયનો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પરલોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 24 નવેમ્બર, 2023ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આવતીકાલે વિધાનસભા ચૂંટણીના મતદાન પહેલા રાજસ્થાનનો વીડિયો વાયરલ. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રાજસ્થાનમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ રીતે દારુ વહેંચવામાં આવી રહ્યો છે તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વાયરલ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને આજ વીડિયો 20 ડિસેમ્બર, 2021ના રોજ કોંગ્રેસના ઘણા નેતાઓ અને ઉત્તર પ્રદેશ કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો હતો કે, વાઈરલ વીડિયો ડિસેમ્બર 2021માં બીજેપી નેતા જેપી નડ્ડાની રેલી પહેલા યુપીના હરિદ્વારનો છે.
ઉપરોક્ત વીડિયો સાથેના સમાચાર અમને અન્ય સોશિયલ મીડિયા પર પણ પ્રાપ્ત થયા હતા જે તમે અહીં જોઈ શકો છો. bhaskar.com | smart.livehindustan.com
ત્યાર બાદ અમારી તપાસને આગળ વધારતાં અમને આજ વીડિયો 21 ઓક્ટોમ્બર, 2022 ના રોજ એક ફેસબુક યુઝર દ્વારા પણ ફેસબુક પર મૂકવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
આજ વીડિયો 20 ડિસેમ્બર, 2021 ના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તા દ્વારા તેમના સત્તાવાર ટ્વિટર પર અપલોડ કરવામાં આવ્યો હતો. વધુ એક સત્તાવાર ઈન્સ્ટાગ્રામ યુઝર દ્વારા પણ આજ વીડિયો વર્ષ 2021 માં અપલોડ કરવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભાજપની ટોપી પહેરીને દારુ વહેંચી રહેલા વ્યક્તિનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ હાલનો નહીં પરંતુ વર્ષો જૂનો છે. આ વીડિયો વર્ષ 2021 થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. કોંગ્રેસ દ્વારા એ સમયે આ વીડિયો હરિદ્વારમાં ભાજપના નેતા જે.પી,નડ્ડાની રેલી સમયનો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.
Title:જાણો ભાજપની ટોપી પહેરીને દારુ વહેંચી રહેલા વ્યક્તિના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય....
Written By: Vikas VyasResult: Missing Context