ભારતના પૂર્વ વડાપ્રધાનના ફેક ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવેલી ટ્વિટ વાયરલ… જાણો શું છે સત્ય….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારત દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ દ્વારા કરવામાં આવેલી એક ટ્વિટ વાયરલ થઈ રહી છે. આ લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારત દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ દ્વારા આ ટ્વિટ કરવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં ભારત દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ દ્વારા જે ટ્વિટ કરવામાં આવ્યું છે એ તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી નહીં પરંતુ ફેક ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવ્યું છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી વાયરલ કરવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
અમિતકુમાર મનસુખલાલ સોની નામના ફેસબુક યુઝર દ્વારા 10 સપ્ટેમ્બર, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, મોદી નામ ની દવા ની અસર જુઓ ગૂંગા પણ બોલતા થઈ જાય છે
. ફોટોમાં રહેલી ટ્વિટના લખાણમાં એવો દાવો કરવામાં આ રહ્યો છે કે, ભારત દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે એવી ટ્વિટ કરી છે કે, “મોટા મોટા નિર્ણયો હું પણ લઈ શકતો હતો પણ કોંગ્રેસ ક્યારેય મને પોતાની ઈચ્છા પ્રમાણે કામ કરવા દેતી નહતી. નરેન્દ્ર મોદી પોતે નિર્ણય લે છે એ માટે દેશ પ્રગતિ કરે છે.”
બીજી એક ટ્વિટ એવી કરી છે કે, “આજે હું ખુલીને કહી રહ્યો છું કે, મોદી જેવા નેતા અથવા પ્રધાનમંત્રી સમગ્ર વિશ્વમાં ફરીથી પેદા નહીં થાય.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર ભારત દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ દ્વારા આ પ્રકારનું ટ્વિટ કરવામાં આવ્યું છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ક્યાંય પણ ભારત દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ દ્વારા આ પ્રકારનું ટ્વિટ કરવામાં આવ્યું હોય એવા કોઈ જ સમાચાર કે માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
અમારી વધુ તપાસમાં અમે એ જાણવાની કોશિશ કરી હતી કે, ભારત દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના જે ટ્વિટર પરથી ટ્વિટ કરવામાં આવ્યું હતું એ ખરેખર સત્ય છે કે કેમ? પરંતુ પોસ્ટમાં જે એકાઉન્ટ પરની ટ્વિટ મૂકવામાં આવી છે એ @manmohan_5 નામનું ટ્વિટર એકાઉન્ટ અમને ક્યાંય પણ પ્રાપ્ત થયું નહતું. વધુમાં આ ટ્વિટર એકાઉન્ટ પણ ડિલિટ કરી દેવામાં આવી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ હતી.
ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમે ટ્વિટર પર ભારત દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનુ કોઈ સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ છે કે કેમ? એ સર્ચ કરતાં અમને ભારત દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનુ કોઈ જ સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ અમને પ્રાપ્ત થયું નહતું. પરંતુ અમને આ નામના અન્ય ઘણા બધા ફેક ટ્વિટર એકાઉન્ટ પ્રાપ્ત થયા હતા.
અમારી વધુ તપાસમાં અમને ઉપરોક્ત ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવેલા ટ્વિટ આર્કાઈવ પ્રાપ્ત થયા હતા. જેના પરથી અમને એ જાણવા મળ્યું હતું કે, વાયરલ ટ્વિટ પર ભારત દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના ફેક ટ્વિટર એકાઉન્ટ પરથી 23 સપ્ટેમ્બર અને 24 સપ્ટેમ્બર, 2021 ના રોજ કરવામાં આવ્યા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં ભારત દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ દ્વારા જે ટ્વિટ કરવામાં આવ્યું છે એ તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી નહીં પરંતુ ફેક ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવ્યું છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી વાયરલ કરવામાં આવી રહી છે.
Title:ભારતના પૂર્વ વડાપ્રધાનના ફેક ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવેલી ટ્વિટ વાયરલ... જાણો શું છે સત્ય....
Written By: Vikas VyasResult: False