કોંગ્રેસ માટે મત માંગ કરતી રવીના ટંડનનો આ વીડિયો 2012નો છે… જાણો શું છે સત્ય….

ગેરમાર્ગે દોરનાર I Misleading રાજકીય I Political રાષ્ટ્રીય I National

આ વીડિયો 12 વર્ષ પહેલાનો છે. વડોદરામાં યોજાયેલી રેલીમાં રવિના ટંડને કોંગ્રેસના પ્રચારક તરીકે ભાગ લીધો હતો. 

લોકસભા ચૂંટણી 2024 દરમિયાન સોશિયલ મીડિયામાં પર તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા જોર-શોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે હાલમાં અભિનેત્રી રવિના ટંડનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કોંગ્રેસને સમર્થન કરતી જોવા મળી રહી છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “લોકસભા 2024ની ચૂંટણીમાં રવીના ટંડને કહ્યું કે આ વખતે કોંગ્રેસ જીતશે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 25 એપ્રિલ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “લોકસભા 2024ની ચૂંટણીમાં રવીના ટંડને કહ્યું કે આ વખતે કોંગ્રેસ જીતશે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી આ વીડિયોને સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ વીડિયો અમને 12 ડિસેમ્બર, 2012ના રોજ એબીપી ન્યૂઝની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલો એક વાયરલ વીડિયો પણ મળ્યો. રવીના ટંડન પણ અહીં આપેલા વીડિયોની શરૂઆતની ફ્રેમમાં રોડ શો કરતી જોઈ શકાય છે. મળતી માહિતી મુજબ, વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન અભિનેત્રી રવીના ટંડને વડોદરામાં કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કર્યો હતો અને ગુજરાતના મતદારોને કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવા વિનંતી કરી હતી.

તેમજ વધુ તપાસ કરતા અમને દેશ ગુજરાત HD યુટ્યુબ ચેનલ પર આ જ વીડિયો 12 ડિસેમ્બર 2012ના અપલોડ કરેલો જોવા મળ્યો હતો. 

તેમજ રવીના ટંડનનું આ નિવેદન અમને ડેઈલી મોશનની વેબસાઈટ પર પ્રાપ્ત થયુ હતુ. આ વીડિયોનું લાંબુ વર્ઝન અહીં જોઈ શકાય છે અને અહીં આપેલી માહિતી મુજબ, ‘વડોદરામાં કોંગ્રેસ માટે પ્રચાર કરતી વખતે રવીના ટંડને રોડ શો કર્યો હતો.’ 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો આ વીડિયો 12 વર્ષ પહેલાનો છે. વડોદરામાં યોજાયેલી રેલીમાં રવીના ટંડને કોંગ્રેસના પ્રચારક તરીકે ભાગ લીધો હતો. 12 વર્ષ જૂના વીડિયોને 2024ની લોકસભા ચૂંટણી સાથે જોડીને ભ્રામક દાવા કરવામાં આવી રહ્યા છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:કોંગ્રેસ માટે મત માંગ કરતી રવીના ટંડનનો આ વીડિયો 2012નો છે… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Misleading

Leave a Reply