વધુ એક એડિટેડ ફોટો વાયરલ થયો જેમાં અરવિંદ કેજરીવાલ નશો કરતા દેખાડવામાં આવ્યા છે… જાણો શું છે સત્ય….

Altered રાજકીય I Political રાષ્ટ્રીય I National

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો એડિટેડ છે. બીયર અને ગ્લાસ પાછળ થી ઉમેરવામાં આવ્યા છે.

દિલ્હી અને પંજાબ બાદ આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં જોર વધી રહ્યુ છે. ત્યારે સોશિયલ મિડિયામાં પણ સાચી-ખોટી પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વચ્ચે એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં અરવિંદ કેજરીવાલ બેઠા હતા અને તેની સામે ટેબલ પર બીયર પડેલી જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અરવિંદ કેજરીવાલ દ્વારા બીયરનો નશો કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

अम्रूतलाल हिंदूस्तानी हिंदूस्तानी નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 જૂલાઈ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અરવિંદ કેજરીવાલ દ્વારા બીયરનો નશો કરવામાં આવી રહ્યો છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને ઓરિજનલ ફોટો પ્રાપ્ત થયો હતો. જે સીએ અને આમ આદમી પાર્ટી ગોઆના પૂર્વ કન્વીર રાહુલ મ્હાબરે દ્વારા શેર કરવામાં આવ્યો હતો. જે ફોટો 21 સપ્ટેમ્બર 2021ના શેર કરવામાં આવ્યો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “અરવિંદ કેજરીવાલ દ્વારા વ્યસ્ત સેડ્યુલ વચ્ચે પણ મારા પરિવારની મુલાકાત લેવા બદલ આપનો આભાર.

ગોઆ ન્યુઝ હબ દ્વારા પણ તેમના ટ્વિટર એકાઉન્ટ પર આ ફોટોને શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

વાયરલ ફોટો અને ઓરિજનલ ફોટો વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો. 

આ પહેલા પણ આ જ પ્રકારનો અરવિંદ કેજરીવાલનો ફોટો વાયરલ થયો હતો. જેની પડતાલ ગુજરાતી ફેક્ટ ક્રેસન્ડો દ્વારા કરવામાં આવી હતી. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો એડિટેડ છે. બીયર અને ગ્લાસ પાછળ થી ઉમેરવામાં આવ્યા છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:વધુ એક એડિટેડ ફોટો વાયરલ થયો જેમાં અરવિંદ કેજરીવાલ નશો કરતા દેખાડવામાં આવ્યા છે… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Altered

Leave a Reply