જાણો તાજેતરમાં ટીએમસી પર બોલેલા રાહુલ ગાંધીના નિવેદનના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Altered સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધીએ બંગાળની ચૂંટણી માટે એવું કહ્યું કે, TMC ભાજપનો મુકાબલો કરી શકે એમ નથી પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા રાહુલ ગાંધીના વીડિયોમાં વાસ્તવમાં તેઓ એવું કહી રહ્યા છે કે, TMC ભાજપનો મુકાબલો કરી શકે એમ નથી કોંગ્રેસ જ એ પાર્ટી છે જે ભાજપને હરાવી શકે છે. આ વીડિયોને એડિટ કરીને વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનનો સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં અમને કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર રાહુલ ગાંધીના આ જ નિવેદનનો પૂરો વીડિયો 14 એપ્રિલ, 2026ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, પશ્ચિમ બંગાળના માલદામાં રાહુલ ગાંધીની જનસભાનો આ વીડિયો છે.

જેમાં રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે, टीएमसी बीजेपी का मुकाबला नहीं कर सकती है, यह मत भूलियेअगर कोई पार्टी बीजेपी के खिलाफ खड़ी हो सकती है और बीजेपी को हरा सकती है, तो उस पार्टी का नाम कांग्रेस पार्टी है।” इसके बाद वे आगे कहते हैं कि, “यह सारा का सारा जो आपके खिलाफ हो रहा है, SIR हो रहा है, वोट चोरी हो रही है, इसको तृणमूल नहीं रोक सकती हैआप पर जो अत्याचार बीजेपी कर रही है, बंगाल में, देश में, वोट काट रही है, हिंसा फैला रही है, तृणमूल इसको नहीं रोक सकती हैकांग्रेस पार्टी इसको रोक सकती है और यह बात बीजेपी जानती हैबीजेपी जानती है कि तृणमूल कांग्रेस उनको नहीं हरा सकती, जानती है कि कांग्रेस पार्टी उनको गिरा सकती है।”

અમારી વધુ તપાસમાં રાહુલ ગાંધીની અધિકૃત યુટ્યુબ ચેનલ પર ક્લિપનું લાંબું વર્ઝન પણ મળ્યું. રાહુલ ગાંધીનો વાયરલ ભાગ વીડિયોના 32:13 મિનિટ પર જોઈ શકાય છે.

અહીં પણ તેઓ એવું કહે છે કે, “एक बात मत भूलिए, TMC बीजेपी का मुकाबला नहीं कर सकती है, यह मत भूलिये। अगर कोई पार्टी बीजेपी के खिलाफ खड़ी हो सकती है और बीजेपी को हरा सकती है, तो उस पार्टी का नाम कांग्रेस पार्टी है। यह सारा का सारा जो आपके खिलाफ हो रहा है, SIR हो रहा है, वोट चोरी हो रही है, इसको तृणमूल नहीं रोक सकती है।

એટલે કે તેઓ એવું કહે છે કે, “ટીએમસી ભાજપ સાથે સ્પર્ધા કરી શકતી નથી.” પરંતુ તેઓ બરાબર એમ નથી કહેતા કે, “બંગાળમાં ભાજપ સાથે કોઈ સ્પર્ધા કરી શકે નહીં!” જ્યારે હકીકતમાં, તેમણે કહ્યું હતું કે, “ભૂલશો નહીં કે ટીએમસી ભાજપ સાથે સ્પર્ધા કરી શકતી નથી. જો કોઈ પક્ષ ભાજપ સામે ઊભો રહીને તેને હરાવી શકે છે, તો તે કોંગ્રેસ પાર્ટી છે.”

14 એપ્રિલ, 2026ના રોજ ન્યૂઝ18 બાંગ્લાના રિપોર્ટ અનુસાર, રાહુલ ગાંધીએ માલદા જિલ્લાના કલામબાગન મેદાનમાં એક વિશાળ ચૂંટણી રેલીને સંબોધિત કરી, જેમાં રાજ્યની શાસક તૃણમૂલ કોંગ્રેસ અને કેન્દ્ર સરકાર બંને પર આકરા પ્રહારો કર્યા.

માલદામાં 12 વિધાનસભા બેઠકો માટેના ઉમેદવારોના સમર્થનમાં બોલતાં તેમણે દાવો કર્યો કે, ફક્ત કોંગ્રેસ પક્ષ પાસે જ ભાજપને વૈચારિક અને રાજકીય બંને મોરચે સીધો પડકાર ફેંકવાની ક્ષમતા છે. ભાજપને રોકવા માટે કોંગ્રેસ જ વાસ્તવિક લડાઈ લડી રહી છે.

જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, તેમનો આ વાયરલ થઈ રહેલો વીડિયો અધૂરો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા રાહુલ ગાંધીના વીડિયોમાં વાસ્તવમાં તેઓ એવું કહી રહ્યા છે કે, TMC ભાજપનો મુકાબલો કરી શકે એમ નથી કોંગ્રેસ જ એ પાર્ટી છે જે ભાજપને હરાવી શકે છે. આ વીડિયોને એડિટ કરીને વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

 (જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Result Stamp

Title: જાણો તાજેતરમાં ટીએમસી પર બોલેલા રાહુલ ગાંધીના નિવેદનના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas

Result: Altered

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *