Raj Studio નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મુંબઇ બ્રિચકેન્ડી હોસ્પિટલ. જુઓ.ડોકટર શુ કહી રહ્યા છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 188 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 416 લોકોએ આ પોસ્ટને શેર કરી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વિડિયો મુંબઈની બ્રિચકેન્ડી હોસ્પિટલનો છે અને ડોક્ટર જણાવે છે કે કોરોનાના દર્દી ત્રણ સેકેન્ડ સુધી શ્વાસ રોકી શક્તા નથી.

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને મહારાષ્ટ્રમાં આ વિડિયો બ્રિચકેન્ડી હોસ્પિટલના ડોક્ટર શરદ ઉદવાડિયાના નામે વાયરલ થઈ રહ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

ત્યારબાદ ઇન્ટરનેટ પર સર્ચ કરતી વખતે બ્રિચકેન્ડી હોસ્પિટલમાં ડો. શરદ ઉદવાડિયા નામના કોઈ તબિબ છે કે નહિં તે જાણા પ્રયત્ન કરતા જાણવા મળ્યું હતું કે શરદ ઉદવાડિયા નામના કોઈ તબીબી નિષ્ણાંત ત્યા નથી. મુંબઈની બ્રિચકેન્ડી હોસ્પિટલની વેબસાઇટની મુલાકાત લેતાં, ડો. ઝહીર ઉદવાડિયા અને ડો.ફારૂક ઉદવાડિયા નામ હોવાનું જાણવા મળ્યુ હતુ. પરંતુ, ડો. શરદ ઉદવાડિયા નામ ત્યાં જોવા મળ્યું ન હતુ.

ત્યારબાદ ફેક્ટ ક્રેસેન્ડોએ બ્રિચકેન્ડી હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો. હોસ્પિટલમાંથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ડો. શરદ ઉદવાડિયા નામના કોઈ ડોક્ટર નથી.

હોસ્પિટલમાં ડો. ઝહીર ઉદવાડિયા રાજ્યની કોવિડ -19 ટાસ્ક ફોર્સના સભ્ય છે અને વિશ્વ આરોગ્ય સંગઠન સાથે જોડાયેલા છે. તમે નીચે તેના ઇન્ટરવ્યુ જોઈ શકો છો. તેમાં ક્યાંય પણ તે આવો દાવો કરતો નથી.

આમ. ઉપરોક્ત પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે આ વિડિયો બ્રિચકેન્ડી હોસ્પિટલના ડોકટર નથી. તો વિડિયોમાં જે દાવો કરવામાં આવે છે તેનું શું?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની વેબસાઇટ અનુસાર, દસ સેકેન્ડથી વધુ સમય સુધી શ્વાસ રોકી રાખવું એ કોવિડ-19 નું પરિક્ષણ કરવાનો શ્રેષ્ઠ માર્ગ નથી. તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પ્રયોગશાળામાં આ પરિક્ષણ કરવું યોગ્ય છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન | ARCHIVE

પરિણામ

આમ. અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ડો. શરદ ઉદવાડિયા નામના વિડિયોમાંનો વ્યક્તિ કોણ છે તે સ્પષ્ટ નથી, પરંતુ તે બ્રિચકેન્ડી હોસ્પિટલમાં ડોક્ટર નથી તે વાત સ્પષ્ટ છે. તેમજ આ વિડિયોમાં કરવામાં આવેલા દાવા પણ તદ્દન ખોટા છે.

Avatar

Title:શું ખરેખર મુંબઈની બ્રિચકેન્ડી હોસ્પિટલના ડોક્ટરનો વિડિયો છે....? જાણો શું છે સત્ય....

Fact Check By: Yogesh Karia

Result: False