એક વર્ષ પહેલાંનો જૂનો ફોટો તાજેતરમાં ગુજરાતમાં ચાલી રહેલી ચૂંટણીના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

ગેરમાર્ગે દોરનાર I Misleading રાજકીય I Political

તાજેતરમાં ગુજરાતમાં ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર ભાજપ અને આમ આદમી પાર્ટીની ટોપી પહેરીને ભોજન કરી રહેલા બે વ્યક્તિઓનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ લોકો ચૂંટણીના પરિણામ પહેલાં જ ભેગા થઈ ગયા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો વર્ષ 2020 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. જેના પરથી એ સ્પષ્ટ કહી શકાય કે, આ ફોટોને ગુજરાતમાં તાજેતરમાં ચાલી રહેલી ચૂંટણી સાથે કોઈ જ સંબંધ નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

ગગો ગુજરાતી નામના ફેસબુક પેજ દ્વારા 12 ફેબ્રુઆરી, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, એલા અત્યારથી જ ભેગા થઈ ગયા લા.. ઇલેક્શન રિઝલ્ટ સુધી તો રાહ જોવી હતી.. શેયર કરો. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ગુજરાતમાં ચાલી રહેલી ચૂંટણી સાથે જોડાયેલો છે. ભાજપ અને આમ આદમી પાર્ટીના લોકો ચૂંટણીના પરિણામ પહેલાં જ ભેગા થઈ ગયા.

screenshot-www.facebook.com-2021.02.23-20_51_18.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને The Nation Dunno 2 નામના ફેસબુક પેજ પર પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો 9 ફેબ્રુઆરી, 2020 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

screenshot-www.facebook.com-2021.02.23-20_58_39.png

Facebook | Archive

અમારી વધુ તપાસમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો navbharattimes.indiatimes.com નામની વેબસાઈટ પર પણ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

screenshot-navbharattimes.indiatimes.com-2021.02.23-21_02_44.png

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો વર્ષ 2020 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. જેના પરથી એ સ્પષ્ટ કહી શકાય કે, આ ફોટોને ગુજરાતમાં તાજેતરમાં ચાલી રહેલી ચૂંટણી સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:એક વર્ષ પહેલાંનો જૂનો ફોટો તાજેતરમાં ગુજરાતમાં ચાલી રહેલી ચૂંટણીના નામે વાયરલ…

Fact Check By: Vikas Vyas 

Result: Misleading

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •