
દેશના ઘણા રાજ્યોમાં પાવર કટના કારણે ઈન્ટરનેટ પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. આમાં તમે રસ્તામાં એક હોર્ડિંગની તસવીર જોઈ શકો છો. તેમાં ઉત્તરપ્રદેશ સ્થિત ગોરખપુરના સાંસદ બીજેપી નેતા રવિ કિશનની તસવીર છે અને તેઓ હોટસ્ટાર કંપનીની જાહેરાત કરી રહ્યા છે.
જે હોર્ડિંગમાં લખવામાં આવ્યુ છે કે, “ક્રિકેટ જોવું છે, પરંતુ પાવર કટ વારંવાર થાય છે? તો ફોન લગાવો હોટસ્ટાર.” આ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ હોર્ડિંગ હાલમાં મધ્યપ્રદેશમાં લગાવવામાં આવ્યું છે ભાજપા સાંસદ હોવા છતાં તેઓ પાવર કટ માટે ભાજપ સરકારની નિંદા કરી રહ્યા છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ તસવીરમાં દેખાતું હોર્ડિંગ જૂનું છે અને તે મધ્યપ્રદેશના ઈન્દોરમાં લગાવવામાં આવ્યું હતું. રવિ કિશન તે સમયે સાંસદ ન હતા અને મધ્યપ્રદેશમાં તે સમયે કોંગ્રેસની સરકાર હતી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Vijay Savani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 મે 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ હોર્ડિંગ હાલમાં મધ્યપ્રદેશમાં લગાવવામાં આવ્યું છે ભાજપા સાંસદ હોવા છતાં તેઓ પાવર કટ માટે ભાજપ સરકારની નિંદા કરી રહ્યા છે.”

FACT CHECK
સૌ પ્રથમ, આ ચિત્ર પર આપવામાં આવેલી માહિતીને ધ્યાનમાં રાખીને, અમે ગૂગલ પર કીવર્ડ સર્ચ કર્યું. પરિણામે અમને 13 મે 2019ના રોજ I Love My Indore નામના ફેસબુક પેજ પર શેર કરાયેલ આ હોર્ડિંગની તસવીર મળી. તેની સાથે આપવામાં આવેલી માહિતી અનુસાર, આ હોર્ડિંગ મધ્યપ્રદેશના ઈન્દોરમાં રામચંદ્ર નગર સ્ક્વેર, એરપોર્ટ રોડ પર લગાવવામાં આવ્યું હતું. આ પોસ્ટ તમે નીચે જોઈ શકો છો.

પછી અમે તેમાં આપેલ ચિત્રને ધ્યાનથી જોયું. અમને જાણવા મળ્યું કે હોર્ડિંગની નીચે “નગર પાલિકા નિગમ ઈન્દોર” લખેલું છે. તેના પરથી અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કર્યું. દરમિયાન અમને 14 મે 2019ના રોજ ભોપાલ સમાચારની વેબસાઇટ પર પ્રકાશિત થયેલ એક અહેવાલ મળ્યો. આ તસવીર ત્યાં પોસ્ટ કરવામાં આવી હતી.

આ સાથે મળેલી માહિતી મુજબ મધ્યપ્રદેશમાં પાવર કટના કારણે હોટસ્ટાર કંપનીએ એક જાહેરાત મૂકી છે. તેમાં લખ્યું છે કે જો તમે વર્લ્ડ કપ જોવા માંગો છો અને પાવર કટની સમસ્યાથી બચવા માંગો છો તો તમારા મોબાઈલમાં Hotstar એપ ડાઉનલોડ કરો. જણાવવામાં આવ્યું છે કે આ હોર્ડિંગ ઈન્દોરની હોલકર કોલેજ પાસે લગાવવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીના પરિણામો 23 મે 2019ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા અને તે દિવસે ભાજપના ઉમેદવાર રવિ કિશન ઉત્તર પ્રદેશના ગોરખપુરથી લોકસભા સીટ જીતી ગયા હતા.
તેના પરથી કહી શકાય કે રવિ કિશન સાંસદ બન્યા તે પહેલા આ હોર્ડિંગ લગાવવામાં આવ્યું હતું.
તપાસ દરમિયાન અમને એ પણ જાણવા મળ્યું કે મધ્યપ્રદેશમાં 17મી ડિસેમ્બર 2018થી 20મી માર્ચ 2020 સુધી કોંગ્રેસના નેતા કમલનાથનું શાસન હતું. આ પરથી આપણે એમ પણ કહી શકીએ કે રવિ કિશને ભાજપમાં રહીને પોતાની પાર્ટીની નિંદા કરી નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ તસવીરમાં દેખાતું હોર્ડિંગ જૂનું છે અને તે મધ્યપ્રદેશના ઈન્દોરમાં લગાવવામાં આવ્યું હતું. રવિ કિશન તે સમયે સાંસદ ન હતા અને મધ્યપ્રદેશમાં તે સમયે કોંગ્રેસની સરકાર હતી.

Title:શું ખરેખર ભાજપના સાંસદ રવિ કિશન આ જાહેરાત દ્વારા વીજળી કાપની નિંદા કરી રહ્યા છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: False
