
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઝિપલાઈનની મદદથી નદી પાર કરી રહેલી વિદ્યાર્થીનીનો વીડિયો ભારતનો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ઝિપલાઈનની મદદથી નદી પાર કરી રહેલી વિદ્યાર્થીનીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ભારતનો નહીં પરંતુ કોલંબિયાનો છે. આ વીડિયોને ભારત સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો અધૂરી માહિતી સાથે સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજથી સર્ચ કરતાં અમને 1 જુલાઈ, 2023ના રોજ પ્રકાશિત થયેલ NDTVનો રિપોર્ટ મળ્યો, જેમાં વાયરલ વીડિયોના સ્ક્રીનશોટ શામેલ છે. જેથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આ વીડિયો તાજેતરનો નથી.
રિપોર્ટ અનુસાર, આ ઘટના દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયામાં બની હતી, જ્યાં એક છોકરી દોરડા અને પુલી સિસ્ટમનો ઉપયોગ કરીને શાળાએ જવા માટે નદી પાર કરી રહી હતી.

અમને ફેસબુક પેજ પર વાયરલ થયેલા વીડિયોના અહેવાલો પણ મળ્યા, જે મુજબ આ વીડિયો કોલંબિયાનો છે.
સાન્ટા માર્ટાના ગ્રામીણ વિસ્તારમાં આવેલા પ્યુઅર્ટો મોસ્કિટો ગામમાં, નાર્કાઝમંતા આદિવાસી સમુદાયના વિદ્યાર્થીઓ શાળાએ જવા માટે પૂરજોશમાં વહેતી ગાયરા નદી પાર કરીને પોતાનો જીવ જોખમમાં મૂકે છે.
આ વીડિયોમાં તે એક ટ્રોલી પર લટકીને બીજી બાજુએ જતી જોવા મળે છે જે એક ઘસાઈ ગયેલા કેબલ અથવા પુલી સાથે ફરે છે – એક દૃશ્ય જેણે સમુદાયમાં ચિંતા ફેલાવી છે, કારણ કે, નદી પાર કરવાનો પ્રયાસ કરતી વખતે ઘણા લોકો અગાઉ પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે અથવા જોરદાર પ્રવાહમાં તણાઈ ગયા છે.
આજ વીડિયો અને માહિતી સાથેના સમાચાર અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે અહીં જોઈ શકો છો. wradio.com.co |eltiempo.com
ઉપરોક્ત અહેવાલો જણાવે છે કે, આ વીડિયો 2022નો છે અને તે સાન્ટા માર્ટા શહેરની ઉત્તરપૂર્વમાં સ્થિત પ્યુઅર્ટો મોસ્કિટો ગામનો છે. એવું પણ અહેવાલ છે કે, વાયરલ વીડિયો પછી, સાન્ટા માર્ટા મેયર ઓફિસે આ વિસ્તારમાંથી પસાર થતા વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓનો ઉકેલ લાવવા અને બાળકોને નદી પાર કરવા માટે કેબલ કારનો ઉપયોગ કરીને પોતાનો જીવ જોખમમાં ન નાખવાના પગલાં અમલમાં મૂકવા માટે સ્થળની મુલાકાત લીધી હતી.

ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વાયરલ વીડિયો ભારતનો નહીં પરંતુ કોલંબિયાનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ઝિપલાઈનની મદદથી નદી પાર કરી રહેલી વિદ્યાર્થીનીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ભારતનો નહીં પરંતુ કોલંબિયાનો છે. આ વીડિયોને ભારત સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો અધૂરી માહિતી સાથે સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)


