શું ભાજપને વોટ આપશો તો જ પાણી મળશે…? જાણો શું છે સત્ય…

રાજકીય I Political
ફેસબુક પર Amit Chavda Fan Club નામના એક ફેસબુક પેજ પર 14 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખ્યું હતું કે, ગોમે ગોમ શેર કરી ને પોહચાડી એ આ નેતા છે કે ગુંડા. ઉપરાંત  પોસ્ટમાં ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા વિશે વાત કરવામાં આવી હતી. જ્યારે પોસ્ટમાં એવું લખેલું છે કે, જે ગામમાંથી મને વોટ નહીં મળે, તે ગામને પાણી પણ નહીં મળે… આ પોસ્ટને લગભગ 294 જેટલા લોકોએ લાઈક કરી હતી. 17 જેટલા લોકોએ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી તેમજ 662 જેટલા લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે આ પોસ્ટને લઈને અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી.
Facebook | Archive

સંશોધન

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ પોસ્ટની સત્યતા જાણવા માટે સૌપ્રથમ અમે યુ ટ્યુબનો સહારો લીધો જેમાં અમને નીચે મુજબ પરિણામો પ્રાપ્ત થયાં.

Youtube | Archive

ઉપરના પરિણામમાં સર્ચ કરતા અમને TV9 ગુજરાતી ન્યૂઝ ચેનલ દ્વારા 13 એપ્રિલ, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચારનો વીડિયો પ્રાપ્ત થયો જેમાં કુંવરજી બાવળીયા એવું કહી રહ્યા છે કે, આ બધાને હુ કહીને જાઉં… મારી વાત સાંભળી લો… આખો પુરવઠા વિભાગ જ સરકારનો માણસ છું… ગામમાં કરોડો રૂપિયા નાખવા હોય ને તો નાખીને બધી વ્યવસ્થા કરાવી દઉં… આ વખતે ચૂંટણી લડ્યો તો 45 થી 55 ટકા જ મત આપ્યા… પરંતુ તેઓ એવું ક્યાંય નથી બોલ્યા કે, જે ગામમાંથી મને વોટ નહીં મળે તે ગામને પાણી પણ નહીં મળે. આ સંપૂર્ણ વીડિયો તમે નીચેની લિંક પર જોઈ શકો છો.

Archive

ત્યાર બાદ ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગે વધુ તપાસ માટે અમે ભાજપના મંત્રી કુંવરજી બાવળીયા સાથે વાત કરી તો તેઓએ જણાવ્યું હતું કે, “હાલમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે કેટલાક વિરોધીઓ દ્વારા આ પ્રકારની ખોટી માહિતી પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવે છે.” ઉપરાંત તેઓએ એ પણ જણાવ્યું હતું કે, “મેં આ પ્રકારનું કોઈ જ નિવેદન આપ્યું નથી”.

આ પરથી એટલું જરૂર કહી શકાય કે, કેટલાક ઠગબાજો દ્વારા આ પ્રકારે મૂળ નિવેદનને તોડી મરોડીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યું છે.                          

પરિણામ:

આમ, અમારા સંશોધનમાં ફેસબુક પર કરવામાં આવેલી પોસ્ટ કે જેમાં લખ્યું છે, જે ગામમાંથી મને વોટ નહીં મળે, તે ગામને પાણી પણ નહીં મળે… એ અંગેનો દાવો સંપૂર્ણ રીતે ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ભાજપને વોટ આપશો તો જ પાણી મળશે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Dhiraj Vyas 

Result: False