
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચીની સેના ભારતમાં 60 કિલોમીટર અંદર ઘૂસી તેનો વીડિયો ભારતનો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ચીની સેના ભારતમાં ઘૂસી તેનો નહીં પરંતુ બાલટાલ ખાતેની અમરનાથ યાત્રાનો છે. આ વીડિયોને ચીન સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજથી સર્ચ કરતાં અમને આ જ વાયરલ વીડિયો સુશીલ સૈની નામના એક ઈન્સ્ટાગ્રામ યુઝર દ્વારા 5 જુલાઈ, 2026ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી, જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો જમ્મુ-કાશ્મીરના બાલટાલ ખાતેના અમરનાથ યાત્રાના મુખ્ય બેઝ કેમ્પનો છે.
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે સુશીલ સૈનીનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, આ વીડિયો જમ્મુ-કાશ્મીરના બાલટાલ ખાતેના અમરનાથ યાત્રાના મુખ્ય બેઝ કેમ્પનો છે. જ્યાં તત્કાલ રજિસ્ટ્રેશન માટે ભીડ એખઠી થઈ હતી. આ વીડિયો 4 જુલાઈના રોજનો છે જ્યારે તેઓ તેમના મિત્રો સાથે અમરનાથ યાત્રાએ ગયા હતા ત્યારે તેમના જ એક મિત્રએ આ વીડિયો શૂટ કર્યો હતો.
વાયરલ વીડિયોમાં સૌથી પહેલાં તમે જે ઝંડા સાથે જોવો છો એ ત્યાંની ડોરમેટ્રી છે જેના પણ ફોટા તેઓએ લીધા હતા જે તેઓએ અમને મોકલ્યા હતા જે તમે નીચે જોઈ શકો છો.


વધુમાં તેઓએ અમને જણાવ્યું કે, વાયરલ વીડિયોમાં પાછળ જે પહાડ દેખાઈ રહ્યા છે એજ પહાડ તમે ફોટોમાં પણ જોઈ શકો છો.
વધુમાં અમને PIB Fact Check દ્વારા પણ ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ ચીની સૈનિકો 60 કિમી અંદર ભારતની બોર્ડરમાં ઘૂસ્યા હોવાની માહિતીને ખોટી ગણાવવામાં આવી છે.
ચીન બોર્ડર પર ફરજ બજાવતા ભારતના સૈનિકો દ્વારા પણ આ માહિતીને ખોટી અને અફવા ગણાવવામાં આવી છે.
ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વાયરલ વીડિયો અરુણાચલ પ્રદેશનો નહીં પરંતુ જમ્મુ-કાશ્મીરના બાલટાલનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ચીની સેના ભારતમાં ઘૂસી તેનો નહીં પરંતુ બાલટાલ ખાતેની અમરનાથ યાત્રાનો છે. આ વીડિયોને ચીન સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)


