શું ખરેખર કેનેડાના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર તરીકે જગમીત સિંઘની વર્ણી કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International રાજકીય I Political

Salim Mehtaji નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “#જગમીત_સિંહજી ને #કેનેડા નાં #ઉપ_પ્રધાનમંત્રી બનવા પર હાર્દિક શુભકામનાઓ. દુનિયાના કોઈ પણ દેશનાં ઉપ પ્રધાનમંત્રી બનવા વારા પેહલા શીખ છે… શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 36 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, જગમીત સિંઘની કેનેડાના ઉપપ્રધાનમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ પર “deputy prime minister of Canada 2019” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, કેનેડાની ચૂંટણીમાં જગમિત સિંઘની NDP પાર્ટી કિંગમેકર તરીકે સાબિત થઈ હતી અને આ ચૂંટણીમાં તેમને 24 સીટ પ્રાપ્ત થઈ હતી. જેના સ્પોર્ટના કારણે જ પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રેડીયુ ફરી સતા સંભાળી છે. જે સમાચારને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. 

ECONOMIC TIMES | ARCHIVE

INDIA TODAY | ARCHIVE

ઉપરોક્ત પરિણામ પરથી જ અમને એ પણ જાણવા મળ્યુ હતુ કે, લીબરલ પાર્ટી કેનેડાની સતા પર આવી હતી. જેમાં જસ્ટીન ટ્રેડીયુ પ્રાઈમ મિનિસ્ટર તરીકે સતા પર આવ્યા હતા. પરંતુ ક્યાંય પણ ઉપપ્રધાનમંત્રીનું નામ અમને જોવા મળ્યુ ન હતું.  અમે જસ્ટીન ટ્રેડીયુની ઓફિશિયલ વેબસાઈટની વિઝિટ કરી હતી. ત્યા અમને તેમની સંપૂર્ણ કેબિનેટ મેમબરની માહિતી પ્રાપ્ત થઈ હતી. પરંતુ ક્યાંય પણ ઉપ પ્રધાનમંત્રીની માહિતી અમને પ્રાપ્ત થઈ ન હતી. 

OFFICIAL WEBSITE

તેમજ અમે લીબરલ પાર્ટીની ઓફિશિયલ વેબસાઈટની પણ મુલાકાત લીધી હતી. ત્યા પણ બધા મંત્રીની વિગત હતી. પરંતુ ઉપપ્રધાનમંત્રીની કોઈ માહિતી આપવામાં આવી ન હતી. 

LIBERAL.CA

આમ, ઉપરોક્ત પરિણામ પરથી સાબિત થાય છે કે, જગમીત સિંઘને ઉપવડાપ્રધાન બનાવવામાં આવ્યા તે ખોટી વાત છે. હા તેમની પાર્ટીના 24 સભ્યો કેનેડાની સરકારમાં સાંસદ તરીકે ચૂટાઈને આવ્યા છે અને તેમાંથી અમુક લોકોનો મંત્રી મંડળમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, જગમીત સિંઘને ઉપવડાપ્રધાન બનાવવામાં આવ્યા તે ખોટી વાત છે. હા તેમની પાર્ટીના 24 સભ્યો કેનેડાની સરકારમાં સાંસદ તરીકે ચૂટાઈને આવ્યા છે અને તેમાંથી અમુક લોકોનો મંત્રી મંડળમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 

Avatar

Title:શું ખરેખર કેનેડાના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર તરીકે જગમીત સિંઘની વર્ણી કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False