
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક માહિતી એવી વાયરલ થઈ રહી છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપના નેતા સી.આર.પાટીલના દીકરાને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનનો પ્રમખ બનાવવામાં આવ્યો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે કારણ કે ભાજપના નેતા સી.આર.પાટીલના દીકરાને ગુજરાત સ્ટેટ એસોસિએશનનો પ્રમુખ નહીં પરંતું ઉપ પ્રમુખ બનાવવામાં આવ્યો છે. હાલમાં પ્રમુખ પદ પર પરિમલ નથવાણી કાર્યરત છે. સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી વાયરલ કરવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
ગગો ગુજરાતી નામના ફેસબુક પેજ દ્વારા 20 ફેબ્રુઆરી, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપના નેતા સી.આર.પાટીલના દીકરાને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનનો પ્રમખ બનાવવામાં આવ્યો.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને onlinepatrakar.com નામની વેબસાઈટ પર 19 ફેબ્રુઆરી, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના પુત્ર જીગ્નેશ પાટીલની ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ તરીકે વરણી કરવામાં આવી છે.
આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. samaygujarat.com
ત્યાર બાદ અમે અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની સત્તાવાર વેબસાઈટ gsfa.in પર જઈને સર્ચ કરતાં અમને જાણવા મળ્યું હતું કે, ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ પદ પર હાલમાં પરિમલ નથવાણી કાર્યરત છે.
અમારી વધુ તપાસમાં અમને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ પરિમલ નથવાણી દ્વારા 18 ફેબ્રુઆરી, 2021 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં તેઓએ જીગ્નેશ પાટીલને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્ટ એટલે કે ઉપ પ્રમુખ બનવા બદલ અને GSFA ની ટીમમાં જોડાવા બદલ આવકાર આપ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ભાજપના નેતા સી.આર.પાટીલના દીકરા જીગ્નેશ પાટીલને ગુજરાત સ્ટેટ એસોસિએશનનો પ્રમુખ નહીં પરંતું ઉપ પ્રમુખ બનાવવામાં આવ્યો છે.

Title:શું ખરેખર ભાજપના નેતા સી.આર.પાટીલના દીકરાને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનનો પ્રમુખ બનાવવામાં આવ્યો…?
Fact Check By: Vikas VyasResult: False
