શું ખરેખર કેરળમાં ભાજપાની યોગીની સભા દરમિયાનનો આ ફોટો છે….? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવાર (21 ફેબ્રુઆરી, 2021)ના રોજ કેરળના કાસરકોડ જિલ્લામાંથી ભારતીય જનતા પાર્ટીની “વિજય યાત્રા” ને લીલી ઝંડી આપી હતી, જેમાં માનવ શ્રુખંલા કરી અને ભાજપનું ચૂંટણી પ્રતીક “કમલ” બનાવવામાં આવ્યું છે આ તસવીર દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કેરળમાં વિજય રેલી સમયે યોગી આદિત્યનાથને આવકારવા માટે ભાજપ સમર્થકો દ્વારા આ કમળ બનાવવામાં આવ્યું હતું.” 

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, એપ્રિલ 2015માં વાયરલ ફોટો લેવામાં આવ્યો હતો જ્યારે ગુજરાતના દાહોદમાં ભાજપના કાર્યકરોએ પાર્ટીના સ્થાપના દિવસે પાર્ટીના ચૂંટણી પ્રતીક “કમળ” ન માનવ ધ્વજ તરીકે દર્શાવ્યો હતો. આ ફોટોનો યોગી આદિત્યનાથની કાસરકોડમાં 21 ફેબ્રુઆરીએ યોજાયેલી રેલી સાથે કોઈ સંબંધ નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Sanjesh Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 ફેબ્રુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કેરળમાં વિજય રેલી સમયે યોગી આદિત્યનાથને આવકારવા માટે ભાજપ સમર્થકો દ્વારા આ કમળ બનાવવામાં આવ્યું હતું.”

FACEBOOK | FB POST ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને એપ્રિલ, 2015નો ધ ઇન્ડિયન એક્સપ્રેસનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અહેવાલમાં પોસ્ટ સાથે વાયરલ થઈ રહેલો ફોટો જોવા મળી રહ્યો છે. આ અહેવાલ અનુસાર “35માં સ્થાપના દિવસની ઉજવણી માટે દાહોદમાં ભાજપના સમર્થકોએ માનવ ધ્વજ“બનાવ્યો.

ARCHIVE

આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર પ્રકાશિત કરી હતી. આ ફોટાના શીર્ષક પર લખ્યું છે, “ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવાની એક અનોખી રીત કામદારોને અભિનંદન.” આ ફોટો વડાપ્રધાન મોદીએ 7 એપ્રિલ 2015ના રોજ અપલોડ કરી હતી.

ARCHIVE

તમે આ એપિસોડની અન્ય તસવીરો દેશ ગુજરાત દ્વારા પ્રકાશિત સમાચાર અહેવાલમાં જોઈ શકો છો.

21 ફેબ્રુઆરીએ યોગી આદિત્યનાથની કાસરકોડ રેલીની તસવીરો કેરળ ભાજપના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવી છે, જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, એપ્રિલ 2015માં વાયરલ ફોટો લેવામાં આવ્યો હતો જ્યારે ગુજરાતના દાહોદમાં ભાજપના કાર્યકરોએ પાર્ટીના સ્થાપના દિવસે પાર્ટીના ચૂંટણી પ્રતીક “કમળ” ન માનવ ધ્વજ તરીકે દર્શાવ્યો હતો. આ ફોટોનો યોગી આદિત્યનાથની કાસરકોડમાં 21 ફેબ્રુઆરીએ યોજાયેલી રેલી સાથે કોઈ સંબંધ નથી.

Avatar

Title:શું ખરેખર કેરળમાં ભાજપાની યોગીની સભા દરમિયાનનો આ ફોટો છે….?

Fact Check By: Yogesh Karia 

Result: False