પાકિસ્તાનના કરાંચી ખાતે ગટરમાં પડી ગયેલા બાળકનો વીડિયો મુંબઈના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Gujarati Mavo નામના ફેસબુક પેજ દ્વારા 7 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મુંબઈ ની ખુલ્લી ગટર મા બાળક નું મૃત્યુ….  #MumbaiRains #mumbai. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો મુંબઈ ખાતે ખુલ્લી ગટરમાં પડી ગયેલા બાળકનો છે જેનું બાદમાં મૃત્યુ થયું હતું. આ પોસ્ટને 2 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.08.08-20_34_58.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો મુંબઈ ખાતે ખુલ્લી ગટરમાં પડી ગયેલા બાળકનો છે કે કેમ?  એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને jang.com.pk  નામની એક ઉર્દૂ ભાષાની સમાચાર વેબસાઈટ પર 29 જુલાઈ, 2020 ના રોજ પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથે પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. આ સમાચાર GEO TV દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે એક પાકિસ્તાની સમાચાર ચેનલ છે. જેમાં એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનના કરાંચી ખાતે બનારસ ચોક વિસ્તારમાં ભારે વરસાદને કારણે એક બાળક ખુલ્લી ગટરમાં પડી ગયો હતો. જોકે સ્થાનિક લોકોના સહિયારા પ્રયાસ દ્વારા તેને બચાવી લેવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-jang.com.pk-2020.08.08-21_06_35.png

Archive

આજ માહિતી સાથેના અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવેલા સમાચાર અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. abbtakk.tv | SAWEHA News

આ વીડિયોમાં બોલાતી ભાષાને ધ્યાનથી સાંભળતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, મુંબઈ ખાતે આ ભાષા બોલાતી નથી.

વધુમાં અમને આજ વીડિયો પાકિસ્તાનના કરાંચીનો હોવાની માહિતી સાથે યુટ્યુબ પર પણ પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો મુંબઈનો નહીં પરંતુ પાકિસ્તાનના કરાંચી શહેરનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો મુંબઈનો નહીં પરંતુ પાકિસ્તાનના કરાંચી શહેરનો છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:પાકિસ્તાનના કરાંચી ખાતે ગટરમાં પડી ગયેલા બાળકનો વીડિયો મુંબઈના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False