ચેન્નાઇનો સ્કેટિંગનો જૂનો વીડિયો મુંબઇના છોકરાના નામે વાયરલ…જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Yusuf Khan Pathan નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મુંબઈ મેં ચા બેચને વાલે 7 વર્ષ એ જમાલ મલિક ને કમાલ કર દિયા, એક વાર ઉસકા ટેલન્ટ જરૂર દેખીયે मुंबई में चा बेचने वाले 7 वर्ष ये जमाल मलिक ने कमाल कर दिया, एक बार उसका टैलेंट जरूर देखिए” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1500થી વધૂ લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 163 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 2400થી વધૂ લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો મુંબઈમાં 7 વર્ષના ચા વહેચનાર છોકરાનો છે.

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE 

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. મુંબઈમાં ચા વેચતા 7 વર્ષના છોકરા જમાલ મલિકનો વીડિયો છે કે નહીં તે અંગેની અમારી તપાસ દરમિયાન અમને જાણવા મળ્યુ હતુ કે, 4 મે 2014ના રોજ મુથુરાજ સુંદરમનો એક વિડિયો યુટ્યુબ પર અપલોડ થયો હતો. વીડિયો મુજબ, ધોરણ આઠના વિદ્યાર્થી એસ. ઈસહાક હેનરી રફસનએ ચેન્નાઇના થંજલમની સવિધા એન્જિનિયરિંગ કોલેજમાં લિમ્બો સ્કેટિંગ દ્વારા 25 ડસ્ટરના 100 મીટરના અંતરને કવરિંગ કરીને નવો રેકોર્ડ બનાવ્યો હતો.

ARCHIVE

ત્યારબાદ અમે ચેન્નાઈના અરૂણદાસ ફોટો સ્ટુડિયોના કલાઇ સેલ્વાનનો સંપર્ક કર્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, આ શુટિંગ થોડા વર્ષો પહેલા ચેન્નઈની એન્જિનિયરિંગ ફેકલ્ટીમાં થયું હતું. તેમણે એ સ્પષ્ટતા પણ કરી હતી કે આ ઘટના મુંબઈની નથી. આ રેકોર્ડ પાછળથી ભારતીય બુક ઓફ રેકોર્ડસ અને એશિયન બુક રેકોર્ડસમાં જોવા મળ્યો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો મુંબઈના જમાલ મલિકનો નહિં પરંતુ ચેન્નાઇના ઈસહાક હેનરી રફસન દ્વારા 2014માં સ્થાપિત રેકોર્ડનો એક વિડિયો છે.

Avatar

Title:ચેન્નાઇનો સ્કેટિંગનો જૂનો વીડિયો મુંબઇના છોકરાના નામે વાયરલ…જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False