જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયા હોવાની વાયરલ માહિતીનું શું છે સત્ય...
તાજેતરમાં સોશિયલ મીડિયા પર સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરાતાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડા અંગેનો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરાતાં પેટ્રોલમાં 5 અને ડીઝલમાં 10 રુપિયાનો ઘટાડો થયો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે માહિતી મૂકવામાં આવી છે એ તદ્દન ખોટી છે સરકાર દ્વારા આ પ્રકારનો કોઈ જ નિર્ણય તાજેતરમાં લેવામાં નથી આવ્યો. આ પ્રકારનો નિર્ણય સરકાર દ્વારા વર્ષ 2021 માં લેવામાં આવ્યો હતો. આ માહિતીને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યા છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
અમિતકુમાર મનસુખલાલ સોનીનામના ફેસબુક યુઝર દ્વારા 1 ઓગષ્ટ, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરાતાં પેટ્રોલમાં 5 અને ડીઝલમાં 10 રુપિયાનો ઘટાડો થયો.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની માહિતીને ગુગલનો સહારો લઈ જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં કેન્દ્ર સરકાર દ્વારા પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ તાજેતરમાં પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવામાં આવી હોવાની કોઈ જ માહિતી કે સમાચાર અમને પ્રાપ્ત થયા ન હતા.
ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને વોટ્સઅપ પર આજ માહિતી સાથેનો એક ફોટો ગ્રુપમાં પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત ફોટોમાં પણ તમે પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની માહિતી જોઈ શકો છો.
ઉપરોક્ત ફોટા પરથી અમને જાણવા મળ્યું કે, આ ફોટોને લીધે જ સોશિયલ મીડિયા પર ખોટી માહિતી વાયરલ થઈ છે.
હવે આ ફોટો વિશેની માહિતીની શોધ કરતાં અમને આજ માહિતી સાથેના સમાચાર ટીવી9 ગુજરાતી દ્વારા 3 નવેમ્બર, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
ઉપરોક્ત સમાચારમાં તમે વાયરલ ફોટામાં દેખાતી માહિતી 1.35.11 મિનિટ પછી જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને સરકારના નાણાં મંત્રાલય દ્વારા 3 નવેમ્બર, 2021 ના રોજ બહાર પાડવામાં આવેલો એક પરિપત્ર પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, સરકારે દિવાળીની પૂર્વ સંધ્યાએ પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરતાં પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં આવતીકાલથી અનુક્રમે રૂ. 5 અને રૂ. 10 ઘટાડો થશે.
https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1769329
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે માહિતી મૂકવામાં આવી છે એ તદ્દન ખોટી છે સરકાર દ્વારા આ પ્રકારનો કોઈ જ નિર્ણય તાજેતરમાં લેવામાં નથી આવ્યો. આ પ્રકારનો નિર્ણય સરકાર દ્વારા વર્ષ 2021 માં લેવામાં આવ્યો હતો. આ માહિતીને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યા છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયા હોવાની વાયરલ માહિતીનું શું છે સત્ય...
Written By: Vikas VyasResult: False