તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક મેસેજ બહુ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે, ચાઈલ્ડલાઈન ઈન્ડિયા ફાઉન્ડેશન નામની સંસ્થા દ્વારા 1098 નંબર જાહેર કરવામાં આવ્યો છે જેના પર કોલ કરતાં તેઓ કોઈ પણ પ્રસંગમાં વધેલું જમવાનું લઈ જાય છે અને તે એકત્રિત કરીને ગરીબ બાળકોને ખવડાવે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, ચાઈલ્ડ હેલ્પ લાઈન નામની સંસ્થા બાળકો માટે અન્ય પ્રકારે મદદ કરે છે. આ સંસ્થા દ્વારા દેશભરમાં મુશ્કેલીમાં ફસાયેલા કે ખોવાયેલા બાળકોને મદદ કરવામાં આવે છે. જમવાનું એકત્ર કરવાનું કામ આ સંસ્થા કરતી નથી. આ માહિતીને સોશિયલ મીડિયા પર ખોટી રીતે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Parag Chandarana Chandarana નામના ફેસબુક યુઝર દ્વારા 7 મે, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા મેસેજના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે, ચાઈલ્ડલાઈન ઈન્ડિયા ફાઉન્ડેશન નામની સંસ્થા દ્વારા 1098 નંબર જાહેર કરવામાં આવ્યો છે જેના પર કોલ કરતાં તેઓ કોઈ પણ પ્રસંગમાં વધેલું જમવાનું લઈ જાય છે અને તે એકત્રિત કરીને ગરીબ બાળકોને ખવડાવે છે.

Facebook Post | Archive

ઉપરોક્ત માહિતીને અન્ય કેટલાક ફેસબુક યુઝર્સ દ્વારા પણ શેર કરવામાં આવી હતી.

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે

ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને જાણવા મળ્યું હતું કે, 1098 એ ચાઈલ્ડલાઈન ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલ હેલ્પલાઈન નંબર છે. આ એક એવી સંસ્થા છે, જે મુશ્કેલીમાં રહેલા ખોવાયેલા કે ભટકાયેલા બાળકો માટે 24 કલાક મદદ પૂરી પાડે છે.

Childline India

અમારી વધુ તપાસમાં અમે ચાઈલ્ડલાઈન ઈન્ડિયા ફાઉન્ડેશન વિશે વધુ સર્ચ કરતાં Business Standard દ્વારા જુલાઈ 2018 માં પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ પ્રાપ્ત થયો હતો. આ અહેવાલ અનુસાર, ચાઈલ્ડલાઈન સંસ્થા ભારતમાં મુશ્કેલીમાં ફસાયેલા બાળકોને મદદ પુરી પાડે છે. સંસ્થા દ્વારા સ્પષ્ટતા કરતાં જણાવવામાં આવ્યું કે, તેઓ કોઈપણ પાર્ટી કે ફંક્શનમાંથી જમવાનું એકત્રિત કરવાનું કામ કરતા નથી.

Archive

ચાઈલ્ડ લાઈન ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા વાયરલ મેસેજ અંગે તેમની વેબસાઈટ પર પણ ચેતવણી આપતો મેસેજ પણ મુકવામાં આવ્યો હતો. જેમાં તેઓએ જણાવ્યુ હતુ કે, ઈવેન્ટ અને ફંક્શનમાંથી જમવાનું એકત્રિત કરવાનો દાવા ખોટો છે, તેમજ તેઓએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, સંસ્થા મુશ્કેલીમાં ફસાયેલા બાળકોની સંભાળ રાખે છે. સંસ્થા કોઈપણ પ્રકારનું જમવાનું એકત્રિત કરવાનું કામ કરતી નથી. વાયરલ મેસેજ ચાઈલ્ડ લાઈન દ્વારા કરવામાં આવેલ નથી.

અમારી વધુ તપાસમાં અમને PIB Fact Check દ્વારા તેના સત્તાવાર ટ્વિટર પર પણ આ માહિતી ખોટી હોવા અંગેની એક ટ્વિટ 17 મે, 2022 ના રોજ કરવામાં આવી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, ચાઈલ્ડ હેલ્પ લાઈન નામની સંસ્થા બાળકો માટે અન્ય પ્રકારે મદદ કરે છે. આ સંસ્થા દ્વારા દેશભરમાં મુશ્કેલીમાં ફસાયેલા કે ખોવાયેલા બાળકોને મદદ કરવામાં આવે છે. જમવાનું એકત્ર કરવાનું કામ આ સંસ્થા કરતી નથી. આ માહિતીને સોશિયલ મીડિયા પર ખોટી રીતે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે.

Avatar

Title:શું ખરેખર 1098 પર કોલ કરવાથી પ્રસંગમાં વધેલું ભોજન લઈ જવામાં આવે છે...?

Fact Check By: Vikas Vyas

Result: False