જામનગરના ધુળશિયા ગામમાં વરસાદી પાણી ઘુસ્યા હતા તે વીડિયોને હાલના વાવાઝોડાનો ગણાવવામાં આવી રહ્યો છે... જાણો શું છે સત્ય....
આ વીડિયો વર્ષ 2021નો છે. જામનગર જિલ્લાના ધુળશિયા ગામમાં અતિભારે વરસાદના કારણે સમગ્ર ગામમાં પાણી ભરાય ગયા હતા. આ વીડિયોને હાલના વાવાઝોડા સાથે કોઈ લેવા-દેવા નથી.
બિપોરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારે ટકરાયુ છે ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સમગ્ર ગામ પાણીમાં ગરકાવ થયેલુ જોવા મળે છે અને લોકો એક અગાશી પરથી આ વીડિયો લઈ રહ્યા છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બિપોરજોય વાવાઝોડાના કારણે દરિયાના પાણી જામનગરના ગામોમાં ઘુસ્યા તેના દ્રશ્યો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Jayesh Sutariya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 જૂન 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બિપોરજોય વાવાઝોડાના કારણે દરિયાના પાણી જામનગરના ગામોમાં ઘુસ્યા તેના દ્રશ્યો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને આ જ વીડિયો 14 સપ્ટેમ્બર 2021ના ફેસબુક પર પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “જામનગર જીલ્લો પાણીમાં ગરકાવ થયો.”
તેમજ સ્થાનિક રિપોર્ટર દ્વારા 13 સપ્ટેમ્બર 2021ના આ વીડિયો સાથે જામનગરમાં અતવૃષ્ટિના વીડિયો તેમની ચેનલ પર અપલોડ કર્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે ધુળશિયા ગામના સરપંચ સાથે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “ધુળશિયા ગામના આ દ્રશ્યો વર્ષ 2021માં આવેલા વરસાદ દરમિયાનના છે. હાલમાં આ પ્રકારે કોઈ પાણી ગામમાં ઘુસ્યા નથી. આ જૂના વીડિયોને ખોટા દાવા સાથે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યા છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો આજ થી 2 વર્ષ પહેલાનો છે. હાલમાં આ પ્રકારે કોઈ પાણી ધુળશિયા ગામમાં ઘુસ્યા નથી. ખોટી માહિતી સાથે વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:જામનગરના ધુળશિયા ગામમાં વરસાદી પાણી ઘુસ્યા હતા તે વીડિયોને હાલના વાવાઝોડાનો ગણાવવામાં આવી રહ્યો છે... જાણો શું છે સત્ય....
Written By: Frany KariaResult: False