જાણો તડકામાં સળગી ઉઠેલા બાઈકના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રસ્તા વચ્ચે સળગી રહેલા બાઈકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તડકામાં લાંબો સમય પડી રહેવાને કારણે આ બાઈકમાં આગ લાગી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રસ્તા વચ્ચે સળગી રહેલા બાઈકનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2022 માં મુંબઈના નાલાસોપારામાં બનેલી ઘટનાનો છે. જેમાં એક સીએનજી ઓટો સાથે ટક્કર થવાને કારણે આ બાઈકમાં આગ લાગી હતી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 11 મે, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, તડકામાં બાઈક વધુ સમય  રાખવી જોઈએ નહીં અને કદાચ  બાઈક તાપમાં તપી ગઈ હોય તો  કદાપી પેટ્રોલ ની ટાંકી ખોલવી નહીં,,, નહીંતર આવું બની શકે છે તો આવુ જોખમ કરવું નહીં ગરમીમાં પોતાના વાહન છાંયડે મુકો અથવા તો કપડું ઢાંકો. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તડકામાં લાંબો સમય પડી રહેવાને કારણે આ બાઈકમાં આગ લાગી છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને આજ વીડિયો સાથેના સમાચાર News Countinuous દ્વારા 13 એપ્રિલ, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, મુંબઈના નાલાસોપારા ખાતે એક સીએનજી ઓટો અને બાઈક વચ્ચે ટક્કર થયા બાદ બાઈકમાં ભયાનક આગ લાગી હતી. આ આગ બાઈકની ટાંકી ખોલ્યા બાદ વિકરાળ બની હતી.

વધુ તપાસમાં અમને આજ વીડિયો અને માહિતી સાથેના સમાચાર ndtv.in દ્વારા 13 એપ્રિલ, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.

Archive

અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. indiatvnews.com | lokmat.news18.com | zeenews.india.com

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રસ્તા વચ્ચે સળગી રહેલા બાઈકનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2022 માં મુંબઈના નાલાસોપારામાં બનેલી ઘટનાનો છે. જેમાં એક સીએનજી ઓટો સાથે ટક્કર થવાને કારણે આ બાઈકમાં આગ લાગી હતી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો તડકામાં સળગી ઉઠેલા બાઈકના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Written By: Vikas Vyas 

Result: False

Leave a Reply