
બિહારના ભોજપુર જિલ્લામાં ભારત ભૂષણ તિવારીના કથિત નકલી એન્કાઉન્ટર બાદ, ન્યાયની માંગણી સાથે બિહારમાં વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા. બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ X ના રોજ જણાવ્યું હતું કે પોલીસ એન્કાઉન્ટરની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ માટે ન્યાયિક તપાસ કરવામાં આવશે. આ પૃષ્ઠભૂમિ સામે, મશાલ રેલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેને શેર કરીને દાવો કરવામાં આવ્યો છે કે, “આ ભરત તિવારી માટે ન્યાયની માંગણી માટે બિહારમાં વિરોધ પ્રદર્શનનો વીડિયો છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
અમારી તપાસની શરૂઆતમાં, અમને વાયરલ વીડિયોમાં બેનર દેખાયું જ્યાં “સહિદ દિવસના સન્માનમાં રેલી”… લખેલું હતું.

આ ક્લુના આધારે સર્ચ કરતા અમને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના સ્ટેટ પ્રમુખના ફેસબુક એકાઉન્ટ પર આ વીડિયો મળ્યો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “શહીદ દિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા (BJYM) ના દુર્ગ જિલ્લા એકમ દ્વારા આયોજિત ‘મશાલ રેલી’માં ભાગ લીધો.” જે 24 માર્ચના અપલોડ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ વધુ સર્ચ કરતા અમને સ્થાનિક ન્યુઝ ભિલાય ટાઈમ્સના ફેસબુક પેજ પર આ જ વીડિયો આ જ માહિતી સાથે પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ આ રેલી અંગે સ્થાનિક દક્ષિણપથ ન્યુઝ દ્વારા વબેસાઈટ પર આર્ટિકલ પ્રસારિત કર્યો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “23 માર્ચે શહીદ દિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા (BJYM) દ્વારા એક મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ રેલી સાંજે 5 વાગ્યે પટેલ ચોકથી શરૂ થઈ અને શહીદ ચોક (ગ્રીન ચોક) સુધી નીકળી હતી.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલ વીડિયો ભરત તિવારીની સમર્થનમાં કાઢવામાં આવેલી રેલીનો વીડિયો નથી. આ વીડિયો શહીદ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા દુર્ગ જિલ્લામાં ‘મશાલ રેલી’નું આયોજન કરવામાં આવ્યુ હતુ તેનો છે.


