શું ખરેખર રાહુલ ગાંધી સાથે રહેલા બાળકે ભાજપાનુ ટીશર્ટ પહેરેલુ છે…? જાણો શું છે સત્ય….

Altered રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં રાહુલ ગાંધી સાથે એક બાળક જોવા મળે છે. રાહુલ ગાંધી સાથે ફોટો પડાવનાર બાળકે ભાજપાનું ટીશર્ટ પહેર્યુ હોવાનું દેખાઈ રહ્યુ છે. તેમજ આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે. કે, “રાહુલ ગાંધી સાથે ફોટો પડાવનાર બાળકે ભાજપાનું ટીશર્ટ પહેર્યુ છે અને આ ફોટો આ વર્ષનો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ ફોટો વર્ષ 2017નો છે. તેમજ આ ફોટોમાં બાળકના ટીશર્ટમાં ફોટોશોપના માધ્યમથી એડિટીગ કરવામાં આવ્યુ છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

अमितकुमार सोनी हिन्दुस्तानी નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 ઓક્ટોબર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાહુલ ગાંધી સાથે ફોટો પડાવનાર બાળકે ભાજપાનું ટીશર્ટ પહેર્યુ છે અને આ ફોટો આ વર્ષનો છે.”

Facebook | Fb post Archive

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને કોંગ્રેસના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલી આ ઓરિજનલ ફોટો પ્રાપ્ત થઈ હતી. જેમાં સ્પષ્ટ દેખાઈ છે કે, બાળકે ભાજપનું ટીશર્ટ નથી પહેર્યુ. બાળકના ટીશર્ટમાં ફોટોશોપના માધ્યમથી એડિટેડ કરવામાં આવ્યુ છે. કોંગ્રેસનું વર્ષ2017નું ટ્વિટ તમે નીચે જોઈ શકો છો. 

Archive

ઓરિજનલ ફોટો અને પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી એડિટેડ ફોટો વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ ફોટો વર્ષ 2017નો છે. તેમજ આ ફોટોમાં બાળકના ટીશર્ટમાં ફોટોશોપના માધ્યમથી એડિટીગ કરવામાં આવ્યુ છે. 

Avatar

Title:શું ખરેખર રાહુલ ગાંધી સાથે રહેલા બાળકે ભાજપાનુ ટીશર્ટ પહેરેલુ છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: Altered

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •