મેક્સિકોમાં આવેલા ભૂકંપનો જૂનો વીડિયો વર્તમાનના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

‎‎વર્ષા મકવાણા‎ નામના ફેસબુક યુઝર દ્વારા 24 જાન્યુઆરી, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, અમેરિકા ના મેક્સિકો સિટી માં આજે ધરતીકંપ ૮.૧ સ્કેલ નો ૨ કલાક પેલા આવેલ તેનો વિડિઓ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં અમેરિકાના મેક્સિકો શહેરમાં આવેલા ભૂકંપનો છે. આ પોસ્ટને 25 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 209 લોકો દ્વારા આ વીડિયોને જોવામાં આવ્યો હતો. તેમજ 5 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય કેટલાક લોકો દ્વારા આ માહિતીને વોટ્સએપ પર પણ શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો અમેરિકાના મેક્સિકો શહેરમાં તાજેતરમાં આવેલા ભૂકંપનો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને gstv.in દ્વારા 17 ઓક્ટોમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, વર્ષ 2019 માં મેક્સિકોમાં આવેલા ભૂકંપના નામે આજ વીડિયો વાયરલ થયો હતો. જે તમે સમાચારમાં જોઈ શકો છો. આ ઉપરાંત સમાચારમાં એ પણ માહિતી આપવામાં આવી હતી કે, મેક્સિકોમાં આવેલા ભૂકંપનો આ વીડિયો વર્ષ 2017 માં આવેલા ભૂકંપનો છે. જે વાયરલ થઈ રહ્યો છે. આ સંપૂર્ણ સમાચાર  તમે નીચે જોઈ શકો છો.

Archive

આજ વીડિયો સાથેના વધુ એક સમાચાર તમે અહીં જોઈ શકો છો. heraldo.es

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને CNN Chile નામના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી પણ આજ વીડિયોને 20 સપ્ટેમ્બર, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

અમારી વધુ તપાસમાં અમને BBC News દ્વારા પણ 20 સપ્ટેમ્બર, 2017 ના રોજ એક સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં પણ વર્ષ 2017 માં મેક્સિકોમાં આવેલા ભૂકંપના દ્રશ્યો વીડિયોમાં દર્શાવવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં મેક્સિકોમાં આવેલા ભૂકંપનો નહીં પરંતુ વર્ષ 2017 માં આવેલા ભૂકંપનો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં મેક્સિકોમાં આવેલા ભૂકંપનો નહીં પરંતુ વર્ષ 2017 માં આવેલા ભૂકંપનો છે. જે લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:મેક્સિકોમાં આવેલા ભૂકંપનો જૂનો વીડિયો વર્તમાનના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply