શું ખરેખર પ્રોફેસરના પત્નીના મૃત્યુ બાદ તે તેમના બાળકની સંભાળ લે છે….? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

હાલ સોશિયલ મિડિયામાં એક પ્રોફેસરનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ એક બાળકની સંભાળ લેતાની સાથે વર્ગખંડમાં વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પત્નીના મૃત્યુ બાદ પ્રોફેસર પતિ તેમના બાળકની ચાલુ વર્ગખંડમાં સંભાળ લઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે.” 

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ફોટોમાં નાનો છોકરો જોવા મળે છે તે આ પ્રોફેસરનો નથી. તે તેના વર્ગના વિદ્યાર્થીનો છે. તેમજ પ્રોફેસરની પત્નીનું અવસાન થયું નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

પ્રેમની પાઠશાળા નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 04 ફેબ્રુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પત્નીના મૃત્યુ બાદ પ્રોફેસર પતિ તેમના બાળકની ચાલુ વર્ગખંડમાં સંભાળ લઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે.”

FACEBOOK | FB POST ARCHIVE | FB ARTICLE ARCHIVE 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, આ ફોટો મેક્સિકોના પ્રોફેસરનો છે. આ ફોટો વર્ષ 2016માં વાયરલ થયો હતો.

જુલાઈ, 2016માં સ્પેનિશ ભાષાની ન્યૂઝ વેબસાઇટ El Comercio દ્વારા પ્રકાશિત એક લેખ અનુસાર, પ્રોફેસરનું નામ Moisés Reyes Sandoval છે, જે ઇન્ટર-અમેરિકન યુનિવર્સિટી ઓફ ડેવલપમેન્ટમાં પ્રોફેસર છે.

હેડલાઇન મુજબ, ફોટામાં જોવા મળતુ બાળક વર્ગના એક વિદ્યાર્થીનું છે.

El Comercio | Archive

પ્રોફેસરે સીએનએન સ્પેનિશને માહિતી આપી હતી કે તે આંતરરાષ્ટ્રીય કાયદા વિશે ભણાવી રહ્યા હતા. તેના ક્લાસમાં એક વિદ્યાર્થી બાળકને ક્લાસમાં લાવ્યો હતો. તેઓ ભણાવતા હતા ત્યારે બાળક રડતો હતો. તેથી પ્રોફેસર બાળકને પોતાની પાસે લઈ ગયા જેથી વિદ્યાર્થી નોટ્સ બરાબર લખી શકે.

Moisés Reyes Sandoval દ્વારા 6 જુલાઈ, 2016ના રોજ આ ફોટો ફેસબુક પર શેર કરવામાં આવ્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતુ કે, “બાળકની જવાબદારી હોવા છતાં મારી વિદ્યાર્થીની ભણવાનું ચાલુ રાખે તે ખૂબ જ ગૌરવની વાત છે. મેં ફક્ત તેણીને થોડી મદદ કરી.

Moisésના પત્ની અને બાળકના ઘણા ફોટા તેમના ફેસબુક એકાઉન્ટ પર ઉપલબ્ધ છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ફોટોમાં નાનો છોકરો જોવા મળે છે તે આ પ્રોફેસરનો નથી. તે તેના વર્ગના વિદ્યાર્થીનો છે. તેમજ પ્રોફેસરની પત્નીનું અવસાન થયું નથી.

Avatar

Title:શું ખરેખર પ્રોફેસરના પત્નીના મૃત્યુ બાદ તે તેમના બાળકની સંભાળ લે છે….?

Fact Check By: Yogesh Karia 

Result: False