વીટીવી ગુજરાતીનો એડિટેડ ફોટો થયો વાયરલ... જાણો શું છે સત્ય....
તાજેતરમાં સોશિયલ મીડિયા પર વીટીવી ગુજરાતી સમાચાર ચેનલનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતની પેટાચૂંટણીના પોલમાં સૌરાષ્ટ્રની લીંબડી અને ધારી બેઠક પર ભાજપની જીત જોવા મળી રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો વીટીવી ગુજરાતી સમાચાર ચેનલના ફોટો સાથે છેડછાડ કરીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Rohit Borad નામના ફેસબુક યુઝર દ્વારા 7 નવેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતની પેટાચૂંટણીના પોલમાં સૌરાષ્ટ્રની લીંબડી અને ધારી બેઠક પર ભાજપની જીત જોવા મળી રહી છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને vtvgujarati.com દ્વારા 7 નવેમ્બર, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં સ્પષ્ટ માહિતી આપવામાં આવી છે કે, પોલમાં સૌરાષ્ટ્રની લીંબડી અને ધારી પર કોંગ્રેસની જીત પાક્કી માનવામાં આવે છે. જે તમે નીચે જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને વીટીવી ગુજરાતી દ્વારા પ્રસારિત કરવામાં આવેલા સમાચારનો ઓરિજીનલ ફોટો પ્રાપ્ત થયો હતો. નીચે તમે ઓરિજીનલ ફોટો અને એડિંટીંગ કરેલા ફોટો વચ્ચેના તફાવતને જોઈ શકો છો. આ બંને ફોટોના ફોન્ટ પણ જુદા-જુદા છે જે તમે જોઈ શકો છો.
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે આ અંગે વીટીવી ગુજરાતી ડિજીટલના એડિટર કુનાલ પંડ્યા સાથે આ અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “વીટીવી ગુજરાતીની બ્રેકિંગ પ્લેટનો ઉપયોગ કરીને તેમાં એડિટીંગ કરીને કોટી માહિતી વાયરલ કરવામાં આવી રહી છે. તેનો કોઈએ પણ ભરોસો કરવો નહીં.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીટીવી ગુજરાતી સમાચાર ચેનલના ફોટોમાં એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
Title:વીટીવી ગુજરાતીનો એડિટેડ ફોટો થયો વાયરલ... જાણો શું છે સત્ય....
Fact Check By: Vikas VyasResult: Altered