શરદ પવાર અને મમતા બેનર્જીના ફોટોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો... જાણો શું છે સત્ય...
થોડો સમય પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી મહારાષ્ટ્રની મુલાકાતે હતા. તે સમયે તેમણે એનસીપીના પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતનો એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળે છે કે, નરેન્દ્ર મોદીનો ફોટો છે અને લખેલુ છે કે, “कहो दिल से 2024 में भी मोदी फिर से” આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નરેન્દ્ર મોદીના ફોટા વારી ફોટોફ્રેમ શરદ પવાર દ્વારા મમતા બેનર્જીને આપવામાં આવી.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો એડિટેડ છે. ઓરિજનલ ફોટોમાં છત્રપતિ શિવાજી અને રવિન્દ્રનાથ ટાગોરનો ફોટો જોઈ શકાય છે. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા આ ટો શેર કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Reetesh Marfatia નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 02 ડિસેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “નરેન્દ્ર મોદીના ફોટા વારી ફોટોફ્રેમ શરદ પવાર દ્વારા મમતા બેનર્જીને આપવામાં આવી.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ઈન્ડિયન એક્સપ્રેસનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં ઓરિજનલ ફોટો શેર કરવામાં આવ્યો હતો. જેમાં જોવા મળે છે કે, જેમાં રવિન્દ્રનાથ ટાગોર અને છત્રપતિ શિવાજીનો ફોટો જોઈ શકાય છે. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ શરદ પવાર તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી આ મુલાકાતના વિડિયોને શેર કર્યો હતો. જેમાં ઓરિજનલ ફોટોને તમે જોઈ શકો છો.
તેમજ ઓરિજનલ ફોટો અને એડિટેડ ફોટો વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો એડિટેડ છે. ઓરિજનલ ફોટોમાં છત્રપતિ શિવાજી અને રવિન્દ્રનાથ ટાગોરનો ફોટો જોઈ શકાય છે. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા આ ટો શેર કરવામાં આવી રહ્યો છે.
Title:શરદ પવાર અને મમતા બેનર્જીના ફોટોને ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો... જાણો શું છે સત્ય...
Fact Check By: Yogesh KariaResult: Altered