હરિયાણામાં પાઈપમાંથી નીકળતા બરફનો જૂનો વીડિયો કચ્છના નલિયાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

રાજકીય I Political

તાજેતરમાં ઠંડીનું જોર વધી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો કચ્છના નલિયાનો છે. જ્યાં તાપમાન માઈનસ 2 ડિગ્રી પર પહોંચતાં પાણીની પાઈપમાંથી બરફ નીકળવા લાગ્યો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2019 નો છે. આ વીડિયો કચ્છના નલિયાનો નહીં પરંતુ હરિયાણાનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Charotarudai નામના ફેસબુક પેજ દ્વારા 06 જાન્યુઆરી, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, કુદરત ની કરામત જુઓ. ગુજરાત ના કચ્છ વિસ્તાર માં આવેલ નલિયા માં -૨ ડિગ્રી ઠંડી માં પાઇપમાંથીબરફ નીકળ્યો.State : *Gujarat Dist : *Kutchh* Village : *Naliya*  Winter : Temperature *- 2° Celsius*. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો કચ્છના નલિયાનો છે. જ્યાં તાપમાન માઈનસ 2 ડિગ્રી પર પહોંચતાં પાણીની પાઈપમાંથી બરફ નીકળવા લાગ્યો.

Facebook Post | Archive | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના સ્ક્રીનશોટને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો IndianExpressOnline  દ્વારા 04 જાન્યુઆરી, 2019 રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો હરિયાણાનો છે. જ્યાં અતિશય ઠંડીને કારણે ધનીરામ નામના એક ખેડૂત દ્વારા તેના ખેતરમાં લગાવવામાં આવેલી પાઈપમાંથી મોટર ચાલુ કરતાં પાણીની જગ્યાએ બરફ નીકળવા લાગ્યો હતો.

Archive

આજ માહિતી અને વીડિયો સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. dailymail.co.uk | newsflare.com | indiatimes.com

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2019 નો છે. આ વીડિયો કચ્છના નલિયાનો નહીં પરંતુ હરિયાણાનો છે.

Avatar

Title:હરિયાણામાં પાઈપમાંથી નીકળતા બરફનો જૂનો વીડિયો કચ્છના નલિયાના નામે વાયરલ…

Fact Check By: Vikas Vyas 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •