શું ખરેખર રાહુલ ગાંધી દ્વારા તેમને જનોઈ પહેરી હોવાનું જણાવવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

Altered રાજકીય I Political રાષ્ટ્રીય I National

યુપીમાં આગામી વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે સોશિયલ મિડિયાનું વાતાવરણ પણ ગરમ છે. તમામ પક્ષો દ્વારા એક બીજાને ટાર્ગેટ કરી અને પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે. હાલમાં રાહુલ ગાંધીનો એક ફોટો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાહુલ ગાંધી દ્વારા તેઓ બ્રાહ્મણ હોવાનું પ્રુફ આપવામાં આવ્યુ અને તેમણે જનોઈ પહેરી હોવાનું બતાવવામાં આવ્યુ.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો રાહુલ ગાંધીનો ફોટો એડિટેડ છે. રાહુલ ગાંધી જ્વારા જનોઈ પહેરી હોવાનું કોઈ પ્રુફ આપવામાં આવ્યુ ન હતુ. ભ્રામક દાવા સાથે રાહુલ ગાંધીનો ફોટો વાયરલ થઈ રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Haresh Savaliya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 ડિસેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાહુલ ગાંધી દ્વારા તેઓ બ્રાહ્મણ હોવાનું પ્રુફ આપવામાં આવ્યુ અને તેમણે જનોઈ પહેરી હોવાનું બતાવવામાં આવ્યુ.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવમાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને ઈકોનોમિક્સ ટાઈમ્સનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. ઈકોનોમિક્સ ટાઈમ્સનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં રાહુલ ગાંધીનો ઓરિજનલ ફોટો મુકવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

ઈકોનોમિક્સ ટાઈમ્સ

તેમજ વધુ સર્ચ કરતા અમને મુંબઈમિરરનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ઉત્તરાખંડમાં રેલી દરમિયાન, રાહુલ ગાંધીએ તેમનો ફાટેલો કુર્તો બતાવ્યો અને કહ્યું, મારા કુર્તો ફાટેલો હોય તો મને કાઈ ફરક નથી પડતો, પરંતુ મોદીજીના કપડા ફાટેલા નહિં હોય અને તે ગરીબની રાજનીતિ કરી રહ્યા છે.(હું ફાટેલો કુર્તો પહેરું છું. પરંતુ તમે મોદીજીને ફાટેલા કુર્તામાં ક્યારેય જોશો નહીં. તેઓ માત્ર ગરીબોનું રાજકારણ રમે છે).

Mumbai Mirror | Archive

ANI દ્વારા પણ તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી પણ રાહુલ ગાંધીના આ નિવેદનને શેર કરવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.

Indian Express, DNA India, દ્વારા પણ આ અંગે વિસ્તૃત માહિતી આપતો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. 

તેમજ ઓરિજનલ ફોટો અને એડિટેડ ઈમેજ વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો રાહુલ ગાંધીનો ફોટો એડિટેડ છે. રાહુલ ગાંધી જ્વારા જનોઈ પહેરી હોવાનું કોઈ પ્રુફ આપવામાં આવ્યુ ન હતુ. ભ્રામક દાવા સાથે રાહુલ ગાંધીનો ફોટો વાયરલ થઈ રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર રાહુલ ગાંધી દ્વારા તેમને જનોઈ પહેરી હોવાનું જણાવવામાં આવ્યુ…?

Fact Check By: Yogesh Karia 

Result: Altered