શું ખરેખર વારાણસી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધમાં લોકોએ નારેબાજી કરી…? જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ જ્યારે વારાણસી પહોંચ્યા ત્યારે લોકો દ્વારા તેમના વિરુદ્ધમાં નારેબાજી કરવામાં આવી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વીડિયોને એડિટીંગ કરીને તેમાં બીજો અવાજ મૂકવામાં આવ્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

R C Solanke નામના ફેસબુક યુઝર દ્વારા 21 ડિસેમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, 2022 ની તૈયારી થઈ ચુકી છે ભારતીય જનતા હવે જાગી હોય એવું લાગે છે मोदी हाय हाय.. चोर है चोर है… मोदी और योगी नज़रे भी नहीं मिला पा रहे हैं। वरना हाथ हिलाते थकते नहीं थे भक्तो के पापा … . પોસ્ટમાં મૂકવામાં આવેલા લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ જ્યારે વારાણસી પહોંચ્યા ત્યારે લોકો દ્વારા તેમના વિરુદ્ધમાં નારેબાજી કરવામાં આવી.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ પ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ABP News Hindi દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર 14 ડિસેમ્બર, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ વારાણસી પહોંચ્યા ત્યારે લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા. આ સંપૂર્ણ વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરુદ્ધમાં નારેબાજી કરવામાં આવી હોય એવું ક્યાંય પણ સાબિત થતું નથી. આ વીડિયોમાં તમે 0.32 મિનિટ પછી પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના દ્રશ્યો પણ તમે જોઈ શકો છો.

Archive

‘આજ તક’ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા વીડિયોમાં પણ લોકો વડાપ્રધાન મોદીના સમર્થનમાં નારા લગાવી રહ્યા છે. આ વીડિયોમાં પણ ક્યાંય મોદી વિરૂદ્ધ નારા સંભળાતા નથી. ‘મોદી હાય હાય’ અને ‘મોદી સરકાર ચોર હૈ’ જેવા નારા આ વીડિયોમાં પણ ક્યાંય સંભળાતા નથી.

Archive

અમારી વધુ તપાસમાં અમને પત્રકાર રોહન દુઆએ પણ અહીં વીડિયો શેર કર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. તેમણે લખ્યું છે કે, વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વારાણસીની ગલીઓમાં ફરવા નીકળ્યા છે. રસ્તામાં લોકો દરેક ખૂણેથી સેલ્ફી લઈ રહ્યા છે.

ઉપરોક્ત સંશોધન પરથી અમને એ માલૂમ પડ્યું હતું કે, નરેન્દ્ર મોદી અને .ગી આદિત્યનાથના વીડિયોમાં ક્યાંય પણ હાય હાય મોદી અને મોદી સરકાર ચોર હૈ એવું સાંભળવા મળતું નથી. આ વીડિયોમાં મોદી સરકાર વિરુદ્ધની નારેબાજીને એડિટીંગ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આ રહી છે.

તમે નીચે આપેલા તુલનાત્મક વીડિયોમાં મૂળ વીડિયો અને વાયરલ વીડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વીડિયોને એડિટીંગ કરીને તેમાં બીજો અવાજ મૂકવામાં આવ્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર વારાણસી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધમાં લોકોએ નારેબાજી કરી…?

Fact Check By: Vikas Vyas 

Result: False