શું ખરેખર જસપુરમાં મસ્જિદ પર ચાદર ચડાવવા ગયેલા હિન્દુઓ પર હુમલો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલ સોશિયલ મિડિયામાં બુધવાર બપોર બાદ એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઉત્તરાખંડના જસપુરને લઈ માહિતી આપવામાં આવી રહી હતી. આ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે, “જસપુરમાં આવેલી દરગાહમાં ચાદર ચઢાવવા ગયેલા હિન્દુઓ પર હુમલો કરવામાં આવ્યો”

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા દાવા મુજબ આ દરગાહ પર ચાદર ચઢાવવા હિન્દુઓ ગયા જ નથી, આ લડાઈ મુસ્લિમોના જ બે જુથ્થો વચ્ચે દાનની રકમને લઈ થઈ હતી. જેની પૃષ્ટી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Bhavesh Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 માર્ચ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જસપુરમાં આવેલી દરગાહમાં ચાદર ચઢાવવા ગયેલા હિન્દુઓ પર હુમલો કરવામાં આવ્યો”

Facebook | Fb post Archive  

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાવી સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી અને ગૂગલ પર આ અંગે સર્ચ કરતા અમને ETV BHARATનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. 

જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ઉત્તરાખંડના જસપુરના પતરામપુર નજીક કાલુ સૈયદ બાબાની દરગાહ પર શબ-એ-બારાત પ્રસંગે કેટલાક લોકો દરગાહ પર ચાદર ચઢાવવા અને નમાઝ પઢવા આવ્યા હતા. આ સમય દરમિયાન, આ દરમિયાન ચાદર ચઢાવવા આવેલા લોકો અને સમાધિના ઉપાસકોમાં નાની બાબત ઝગડો થયો હતો. આ ઝગડો જોત-જોતામાં લડાઈમાં ફેરવાઈ ગયો અને બંને જૂથો વચ્ચે  લાકડીઓ વડે લડાઈ શરૂ થઈ ગઈ હતી.

ETV BHARAT | ARCHIVE

તેમજ સુદર્શન ન્યુઝ દ્વારા પણ આ અંગે તેમના ટ્વિટર વિડિયો પ્રસારિત કરી અને પોસ્ટ સાથેની માહિતી આપી જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

તેમજ આ જ ટ્વિટનો રિપ્લાય કરતા ઉત્તરાખંડ પોલીસે તેમના ઓફિશિયલ ટ્વિટર એખાઉન્ટ પરથી માહિતી આપતા જણાવ્યુ હતુ કે, “આ એક અફવા છે મહેરબાની કરી અને ખોટી માહિતી સોશિયલ મિડિયામાં ન ફેલાવો.” 

ARCHIVE 

તેમજ ઉધ્ધમ સિંઘ નગર પોલીસ દ્વારા તેમના ફેસબુક એકાઉન્ટ પરથી લોકોને ખોટી માહિતી ન ફેલાવવા અપીલ કરી હતી અને માહિતી આપી હતી કે, “જે બંને પક્ષે લડાઈ થઈ છે, તે બંને પક્ષ એક જ મુસ્લિમ સમુદાયના છે. અને બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે FIR નંબર 69/2021 અને 70/2021થી નોધવામાં આવી છે. જેમાં પ્રથમ પક્ષના ફરિયાદી અજમદ લી મોહમ્મદ હાસમ, અને બીજા પક્ષના ફરિયાદી અબ્દુલ હમીદ ગુરશેર છે.

ARCHIVE 

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત બનાવવા અમે ઉધ્ધ્મસિંઘ નગર પોલીસનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. આ આખા કિસ્સામાં હિન્દુ-મુસ્લિમનો કોઈ વિવાદ જ નથી. બંને પક્ષો મુસ્લિમ હતા. આ લડાઈનું મુખ્ય કારણ ચંદા (દાન) છે. દરગાહ પર છેલ્લા કેટલાક સમયથી ઘણુ દાન આપવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં ચાદર ચડાવવા આવેલા જૂથ્થે દરગાહના નિર્માણ અને વ્યવસ્થા અંગે પ્રશ્નો ઉભા કર્યા હતા. જે બાદ બંને જૂથ્થોની આ વાતચીત લડતમાં ફેરવાઈ ગઈ. વન વિસ્તાર હોવાને કારણે નાસભાગ મચી ગઈ હતી. આ લડતમાં ઘણા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. અમે આ સમગ્ર ઘટનાને એફઆઈઆર પણ નોંધવામાં આવી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા દાવા મુજબ આ દરગાહ પર ચાદર ચઢાવવા હિન્દુઓ ગયા જ નથી, આ લડાઈ મુસ્લિમોના જ બે જુથ્થો વચ્ચે દાનની રકમને લઈ થઈ હતી. જેની પૃષ્ટી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Avatar

Title:શું ખરેખર જસપુરમાં મસ્જિદ પર ચાદર ચડાવવા ગયેલા હિન્દુઓ પર હુમલો કરવામાં આવ્યો…?

Fact Check By: Yogesh Karia 

Result: False