જાણો ભાજપની ચબરખી સાથેના EVM ના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

Missing Context રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપની ચબરખી સાથેના EVM નો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, EVM પર પણ ભાજપની ચબરખી લગાવવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં EVM પર ભાજપની ચબરખી એટલા માટે લગાવવામાં આવી છે કે, કમિશનિંગ દરમિયાન હાજર ઉમેદવારો અને તેમના એજન્ટો દ્વારા કોમન એડ્રેસ ટેગ પર સહી કરવામાં આવી હતી. કમિશનિંગ હોલમાં ફક્ત ભાજપના ઉમેદવારના પ્રતિનિધિઓ જ હાજર હોવાથી, કમિશનિંગ દરમિયાન EVM અને VVPAT પર તેમની સહીઓ લેવામાં આવી હતી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 28 મે, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, EVM પર પણ ભાજપની ચબરખી લગાવવામાં આવી છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેના સમાચાર dnaindia.com દ્વારા 25 મે, 2024 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, TMC દ્વારા EVM પર લગાવવામાં આવેલી ભાજપના નિશાનની ચબરખી પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. જોકે, ચૂંટમી પંચ દ્વારા તેનો એવો જવાબ આપવામાં આવ્યો હતો કે, કમિશનિંગ દરમિયાન હાજર ઉમેદવારો અને તેમના એજન્ટો દ્વારા કોમન એડ્રેસ ટેગ પર સહી કરવામાં આવી હતી. કમિશનિંગ હોલમાં ફક્ત ભાજપના ઉમેદવારના પ્રતિનિધિઓ જ હાજર હોવાથી, કમિશનિંગ દરમિયાન EVM અને VVPAT પર તેમની સહીઓ લેવામાં આવી હતી. જોકે, મતદાન દરમિયાન બુથ નંબર 56, 58, 60, 61,62 પર હાજર તમામ એજન્ટોની સહીઓ લેવામાં આવી હતી. કમિશનિંગ દરમિયાન તમામ ECI ધોરણોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું હતું, તે સંપૂર્ણપણે CCTV કવરેજ હેઠળ કરવામાં આવ્યું હતું અને તેની વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. .

Archive

આજ ફોટો અમને અન્ય કેટલીક વેબસાઈટ પર પણ જુદા-જુદા સમયે આર્ટિકલમાં મૂકવામાં આવ્યો હોવાનું માલૂમ પડ્યું હતું. જે તમે અહીં જોઈ શકો છો. abplive.com | timesnownews.com

બંગાળના ચૂંટણી પંચના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી 25 મે, 2024 ના રોજ આજ ફોટોને લઈ જવાબ આપવામાં આવ્યો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં EVM પર ભાજપની ચબરખી એટલા માટે લગાવવામાં આવી છે કે, કમિશનિંગ દરમિયાન હાજર ઉમેદવારો અને તેમના એજન્ટો દ્વારા કોમન એડ્રેસ ટેગ પર સહી કરવામાં આવી હતી. કમિશનિંગ હોલમાં ફક્ત ભાજપના ઉમેદવારના પ્રતિનિધિઓ જ હાજર હોવાથી, કમિશનિંગ દરમિયાન EVM અને VVPAT પર તેમની સહીઓ લેવામાં આવી હતી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો ભાજપની ચબરખી સાથેના EVM ના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: Missing Context