જાણો “અબકી બાર 400 પાર” બોલી રહેલા ભાઈના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

ગેરમાર્ગે દોરનાર I Misleading રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર “અબકી બાર 400 પાર” બોલી રહેલા ભાઈનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અબકી બાર 400 પાર” વારંવાર બોલી રહેલા ભાઈનો આ વીડિયો છે જેમનું મગજ ફરી ગયું છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં “અબકી બાર 400 પાર” બોલી રહેલા ભાઈનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ કોઈ વાસ્તવિક ઘટનાનો નહીં પરંતુ કાલ્પનિક રીતે મનોરંજન માટે બનાવવામાં આવેલો સ્ક્રિપ્ટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે?

એક ફેસબુક યુઝર દ્વારા 17 મે, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ભક્ત નું સહકી ગયું છે ૪૦૦ પાર ૪૦૦ પાર . આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અબકી બાર 400 પાર” વારંવાર બોલી રહેલા ભાઈનો આ વીડિયો છે જેમનું મગજ ફરી ગયું છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયોમાં દેખાઈ રહેલા ભાઈ (રાજેન્દ્ર થાપા)નું  ફેસબુક એકાઉન્ટ અમને પ્રાપ્ત થયું હતું. આ એકાઉન્ટ પર પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો 15 મે, 2024 ના રોજ અફલોડ કરવામાં આવ્યો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, તેઓ પોતે એક પ્રોડ્યુશર, ડિરેક્ટર અને એક્ટર છે. તેમનું નામ રાજેન્દ્ર થાપા છે.

અમારી વધુ તપાસમાં અમને વાયરલ વીડિયોમાં દેખાઈ રહેલા આજ ભાઈનો વધુ એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં તે આજ વાયરલ વીડિયો પર ઈન્ટરવ્યૂ આપી રહ્યા છે. Enquirer Today News દ્વારા આ વીડિયો તેના ફેસબુક પેજ પર અપલોડ કરવામાં આવ્યો હતો.

https://fb.watch/smTV8T9VpF

આજ વાયરલ વીડિયોમાં એક્ટિંગ કરી રહેલા કલાકારો સાથે Jk Line News દ્વારા વાત કરવામાં આવી હતી. જેમાં તેઓએ વાયરલ વીડિયો સ્ક્રિપ્ટેડ હોવાનું તેમજ મનોરંજન માટે બનાવ્યો હોવાનું જણાવ્યું હતું. તેમજ વધુમાં તેઓએ કરેલી એક્ટિંગ વિશે પણ માહિતી આપી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પોસ્ટમાં “અબકી બાર 400 પાર” બોલી રહેલા ભાઈનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ કોઈ વાસ્તવિક ઘટનાનો નહીં પરંતુ કાલ્પનિક રીતે મનોરંજન માટે બનાવવામાં આવેલો સ્ક્રિપ્ટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770)પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitterપર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો “અબકી બાર 400 પાર” બોલી રહેલા ભાઈના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: Misleading

Leave a Reply