બે વર્ષ જૂનો મહારાષ્ટ્રનો વીડિયો હાલની ઈન્ડિયા ગંઠબંધનની સભાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, મોટી સંખ્યામાં લોકો એક સભામાં એકઠા થયેલા છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઈન્ડિયા ગઠબંધન હેથળ યોજાયેલી સભમાં એકઠી થયેલી ભીડના આ દ્રશ્ય છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 19 મે 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ઈન્ડિયા ગઠબંધન હેથળ યોજાયેલી સભમાં એકઠી થયેલી ભીડના આ દ્રશ્ય છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને 15 મે 2022ના એક ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ જેમાં આ જ વીડિયો શેર કરવામાં આવ્યો હતો અને માહિતી આપવામાં આવી હતી કે, શિવસેના દ્વારા BKC ખાતે યોજવામાં આવેલી રેલીનો વીડિયો છે. જે તમે નીચે જોઈ શકો છો. 

તેમજ વધુ સર્ચ કરતા અમને એબીપી MAJHA દ્વારા 9 મે 2022ના પ્રસારિત કરવામાં આવેલો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ સમાન વિઝ્યુલ પ્રાપ્ત થયા હતા. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “CM ઉદ્ધવ ઠાકરે સભાઃ સભા માટે શિવસૈનિકોની ભીડ, મુખ્યમંત્રી શું કહેશે તેના પર તમામની નજર” 

મિરર નાઉ દ્વારા પણ ઉદ્ધવ ઠાકરેની સ્પીચ તેમજ સભાના વિઝ્યુલ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે વાયરલ વીડિયોના સમાન વીડિયો છે. જે તમે નીચે જોઈ શકો છો. 

રાજ્યસભાના સાંસદ અને શિવસેનાના નેતા સંજય રાઉત દ્વારા પણ આ વીડિયો તેમના ટ્વિટર એકાઉન્ટ પર પ્રસારિત કર્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયો હાલનો નહીં પરંતુ 14 મે 2022ના શિવસેના દ્વારા BKC ખાતે આયોજિત રેલીનો દ્રશ્યો છે. જેને ઈન્ડિયા ગઠબંધન સાથે કોઈ લેવા-દેવા નથી. 

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:બે વર્ષ જૂનો મહારાષ્ટ્રનો વીડિયો હાલની ઈન્ડિયા ગંઠબંધનની સભાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False

Leave a Reply