
મનસે નેતા રાજ ઠાકરેના મસ્જિદો પર લગાવવામાં આવેલા લાઉડ સ્પિકરને લઈ આપવામાં આવેલા અલ્ટિમેટમ બાદ સોશિયલ મિડિયામાં ઘણી સાચી-ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ વચ્ચે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે વ્યક્તિ બેનર પકડીને ઉભેલા જોવા મળે છે. જે બેનરમાં લેખેલુ છે કે, “बराए मेहरबानी कोई भी नमाजी मस्जिद के बाहर सडक पर नमाज न पढें |” આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “યુપીમાં મસ્જિદની બહાર નમાઝ ન વાંચવા માટે બેનર લગાવવામાં આવ્યા હતા.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલનો નહિં પરંતુ વર્ષ 2019નો છે. હાલમાં આ પ્રકારે બેનર લગાવવામાં નથી આવ્યુ આ બેનર 2019માં લગાવવામાં આવ્યુ હતુ.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
કૈલાશબેન અમિતકુમાર સોની નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 એપ્રિલ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “યુપીમાં મસ્જિદની બહાર નમાઝ ન વાંચવા માટે બેનર લગાવવામાં આવ્યા હતા.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે બેનર માં લાગેલા કીવર્ડનો ઉપયોગ કરીને સર્ચ કરતા અમને 17 ઓગસ્ટ 2019ના અમર ઉજાલા દ્વારા પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અહેવાલમાં આ જ ફોટો શેર કરવામાં આવ્યો હતો અને માહિતી આપવામાં આવી હતી કે, “મેરઠના હાપુડ રોડ પર પટેલ મંડપની સામે ધાર્મિક સ્થળના મુતવલ્લીએ પોસ્ટર લગાવ્યું હતું. પોસ્ટર પર લખવામાં આવ્યું હતું, કૃપા કરીને કોઈ પણ નમાઝીએ મસ્જિદની બહારના રસ્તા પર નમાઝ ન પઢવી જોઈએ.”

તેમજ ગૂગલ પર વધુ સર્ચ કરતા IPS અજય સાહની દ્વારા ફેસબુક પર 16 ઓગસ્ટ 2019 કરવામાં આવેલી પોસ્ટ મળી હતી. અજય સાહનીની ફેસબુક પોસ્ટમાં સોશિયલ મિડિયા પર વાયરલ થયેલી તસવીર જોવા મળી હતી. તસવીર શેર કરીને માહિતી આપવામાં આવી હતી કે, “પટેલ મંડપ વાળી મસ્જિદ પર ઈમામ હાજી અખ્તરે બૈનર લગાવ્યા.“
તેમજ વધુ સર્ચ કરતા અમને મેરઠ પોલીસ દ્વારા 16 ઓગસ્ટ 2019ના કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં પણ આ ફોટો શેર કરીને માહિતી આપવામાં આવી હતી કે, “પટેલ મંડપ વાળી મસ્જિદ પર ઈમામ હાજી અખ્તરે બૈનર લગાવ્યા.“
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલનો નહિં પરંતુ વર્ષ 2019નો છે. હાલમાં આ પ્રકારે બેનર લગાવવામાં નથી આવ્યુ આ બેનર 2019માં લગાવવામાં આવ્યુ હતુ.

Title:શું ખરેખર આગ્રામાં મુસ્લિમો દ્વારા રોડ પર નમાઝ ન પઢવા અંગે બોર્ડ લગાવવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: Missing Context
