જાણો તાજેતરમાં તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિનના નજીકના સાથી રિતિશ આકાશના વેરહાઉસ પર દરોડા પડ્યા હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય… 

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિનના નજીકના સાથી રિતિશ આકાશના વેરહાઉસ પર દરોડા પડ્યા તેનો આ વીડિયો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2022માં કલકત્તા સ્થિત એક કંપનીમાં કરવામાં આવેલી ઈડૂની રેડનો જૂનો વીડિયો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ જાણવા મળ્યું હતું કે, વીડિયોમાં બોલાતી ભાષા બંગાળી છે તો વીડિયો બંગાળ બાજુનો હોઈ શકે.

ત્યાર બાદ અમે જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને 10 સપ્ટેમ્બર, 2022ના રોજ ઇન્ડિયા ટુડેની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર આ જ વીડિયો સાથેના સમાચાર પ્રાપ્ત થયા હતા. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, વાયરલ વીડિયો તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2022નો છે.

આ રિપોર્ટમાં, આપણે વાયરલ વીડિયો જોઈ શકીએ છીએ. રિપોર્ટ અનુસાર, કલકત્તા સ્થિત મોબાઇલ ગેમિંગ એપ ઓપરેટર કૌભાંડ સામે દરોડા પાડીને EDએ 17 કરોડ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. વધુમાં લખ્યું છે કે, “એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કલકત્તામાં છ સ્થળોએ દરોડા પાડી રહ્યું છે, જ્યારે મોબાઇલ ગેમિંગ એપ દ્વારા છેતરપિંડીના કથિત કેસની તપાસ કરી રહ્યું છે.

શનિવારે કલકત્તાના ગાર્ડન રીચ વિસ્તારમાં ઉદ્યોગપતિ આમિર ખાનના પરિસરમાં બેંક અધિકારીઓ સાથે ED અધિકારીઓની એક ટીમે દરોડા પાડ્યા હતા અને 7 કરોડ રૂપિયા રોકડા અને મિલકતના દસ્તાવેજો જપ્ત કર્યા હતા.

દરોડા ચાલુ છે અને રોકડ રકમ કેટલી મળી આવી છે તે જાણવા માટે રોકડ ગણતરી મશીનો લાવવામાં આવ્યા છે.

અમને 10 સપ્ટેમ્બર, 2022ના રોજ NDTV ની યુટ્યુબ ચેનલ પર આવો જ બીજો એક અહેવાલ મળ્યો. આ વીડિયોના વર્ણનમાં લખ્યું હતું કે, “એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં કલકત્તામાં એક ઉદ્યોગપતિના પરિસરમાંથી ઓછામાં ઓછા 17 કરોડ રૂપિયાની રિકવરી કરવામાં આવી છે. મની લોન્ડરિંગ વિરોધી એજન્સીએ કલકત્તામાં છ સ્થળોએ દરોડા પાડ્યા છે જેમાં ગાર્ડન રીચ વિસ્તારમાં એકનો સમાવેશ થાય છે, જ્યાં ED એ રિકવર કરેલી રકમની ગણતરી કરવા માટે રોકડ ગણતરી મશીનો લાવ્યા છે.”

ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત થયેલ અહેવાલ તમે અહીં વાંચી શકાય છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2022માં કલકત્તા સ્થિત એક કંપનીમાં કરવામાં આવેલી ઈડૂની રેડનો જૂનો વીડિયો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Result Stamp

Title: જાણો તાજેતરમાં તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિનના નજીકના સાથી રિતિશ આકાશના વેરહાઉસ પર દરોડા પડ્યા હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય… 

Written By: Vikas Vyas

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *