
Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “નાગલેન્ડ રાજ્યના મુખ્ય સચિવે પ્રજાનો વિકાસ ન થતાં કર્મચારીઓના પગાર કાપવાનો નિર્ણય લીધો હવે ગુજરાતમાં પણ આવું કરો” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 119 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 19 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, “વિકાસના કાર્યો ન થતા નાગાલેન્ડના ચીફ સેક્રેટરી દ્વારા કર્મચારીનો પગાર કાપવા પ્રસ્તાવ મુકવામાં આવ્યો.“
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર “नागालैंड राज्य के मुख्य सचिव ने कर्मचारियों के वेतन में कटौती करने का फैसला किया क्योंकि विकास कार्य नहीं हुए |“ લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને 23 જાન્યુઆરી 2020નો ONEINDIA વેબસાઈટનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “નાગાલેન્ડ સરકારની તિજોરી ખાલી છે. ફંડ માટે કર્મચારીઓની સેલેરી કાપવાનો વિચાર સરકાર કરી રહી છે. જેનાથી વિકાસના કાર્યો કરી શકાય.“
ત્યારબાદ અમને ઈન્ડિયન એક્સપ્રેસનો પણ એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં પણ જણાવવામાં આવ્યુ હતુ કે, “નાગાલેન્ડના મુખ્ય સચિવ ટેમ્જેન ટોય દ્વારા રાજ્ય સરકારના પાયાના વિકાસ કાર્યોનો વિકાસ કરવા સરકારી કર્મચારીને આપવામાં આવેલા વેતન માંથી એક ભાગ કાપવાનું વિચારી રહી છે.“INDIAN EXPRESS | ARCHIVE
સબરંગઈન્ડિયા નામની વેબસાઈટ દ્વારા પ્રસારિત અહેવાલમાં ચિફ સેક્રેટરી ટેમ્જેન ટોયનું નિવેદન મુકવામાં આવ્યુ હતુ કે, “નાગાલેન્ડમાં અન્ય રાજ્યોની જેમ આયકર અને હાઉસ ટેક્ષ વસૂલવામાં આવતો નથી. તેમ છતા રાજ્ય સરકાર તમામ પ્રકારની સુવિધા નાગરિકોને આપે છે. તેમજ પ્રોફેશનલ ટેક્ષથી થતી આવક પ્રયાપ્ત નથી.“
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, નાગાલેન્ડમાં તિજોરી ખાલી થઈ જતા સરકાર દ્વારા કર્મચારીઓના પગારમાંથી એક ભાગ કાપી અને વિકાસના કાર્યો કરવાનું વિચારી રહી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત મિશ્રિત સાબિત થાય છે, કારણ કે, નાગાલેન્ડમાં સરકારી કર્મચારીઓના પગારમાં કટોતી મુકવાનું સરકાર વિચારી રહી છે. પરંતુ તેનું કારણ એ નથી કે વિકાસના કાર્યો નથી થયા. પરંતુ ટેક્ષની આવક પુરતી ન હોવાથી સરકારી તિજોરી ખાલી છે.

Title:શું ખરેખર વિકાસના કાર્યો ન થતા નાગાલેન્ડના CSએ કર્મચારીનો પગાર કાપવાનો પ્રસતાવ મુક્યો છે….? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: Partly False
