શું ખરેખર ઉનાળાની ગરમીના કારણે બાઈકમાં આગ લાગી હતી…? જાણો શું છે સત્ય….

રાજકીય I Political

સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બાઈકને પાણી છાંટવામાં આવી રહ્યુ છે. દરમિયાન આ બાઈકમાં અચાનક આગ લાગી હતી અને બે વ્યક્તિ આ આગની ઝપેટમાં આવેલા પણ જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઉનાળાની ભારે ગરમીના કારણે પેટ્રોલની ટાંકી ફુલ હોવાને કારણે બાઈકમાં આગ લાગી હતી.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં બાઈકમાં આગ ગરમીના કારણે નહિં પરંતુ ઓટો રિક્ષા સાથે થયેલા અકસ્માત બાદ આગને કાબુમાં લેવાના પ્રયત્ન દરમિયાન લાગી હતી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

ગામનું પાદર નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 એપ્રિલ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ઉનાળાની ભારે ગરમીના કારણે પેટ્રોલની ટાંકી ફુલ હોવાને કારણે બાઈકમાં આગ લાગી હતી.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને 13 એપ્રિલ 2022ના રોજ NDTV વેબસાઇટ પર પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. આ અહેવાલ અનુસાર, “એક મોટરસાઇકલ અને સીએનજી ઓટોરિક્ષા વચ્ચે આગ લાગી હતી દરમિયાન બાઈકની પેટ્રોલની ટાંકીમાં આગ લાગી હતી. જો કે, નોંધનીય છે કે, જ્યારે આગને ઓલવવા માટે પાણીનો ધોધ નાખી આગ બુઝાવવાનો પ્રયાસ ચાલી રહ્યો હતો. તે સમયે અચાનક આગ લાગી હતી અને યુવક દાઝી ગયો હતો.”

તેમજ 12 એપ્રિલ, 2022ના રોજ ઈન્ડિયા ટીવીની યુટ્યુબ ચેનલ પર પ્રસારિત થયેલ એક વિડિયો જણાવે છે કે મુંબઈમાં ઓટોરિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માતમાં એક મોટરસાઈકલ સામેલ હતી. આ ઘટનામાં બે લોકો ઘાયલ થયા હતા.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં બાઈકમાં આગ ગરમીના કારણે નહિં પરંતુ ઓટો રિક્ષા સાથે થયેલા અકસ્માત બાદ આગને કાબુમાં લેવાના પ્રયત્ન દરમિયાન લાગી હતી.

Avatar

Title:શું ખરેખર ઉનાળાની ગરમીના કારણે બાઈકમાં આગ લાગી હતી…? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False