તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુંબઈમાં થયેલા વરસાદને કારણે દરિયામાં ઉછળી રહેલા મોજાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મુંબઈમાં ભારે વરસાદને કારણે દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મુંબઈમાં થયેલા ભારે વરસાદને કારણે દરિયામાં ઉછળી રહેલા મોજાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2021 માં તોકતે વાવાઝોડાને કારણે મુંબઈ ખાતે થયેલા ભારે વરસાદથી દરિયામાં ઉછળી રહેલા મોજાનો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર અધૂરી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે...?

એક ફેસબુક યુઝર દ્વારા 16 જુલાઈ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મુંબઈમાં ભારે વરસાદને કારણે હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. દરિયામાં કરંટ જોવા મળતાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા અને દરિયાનું પાણી રસ્તા પર ફરી વળ્યું તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો DJWebSolutions નામના યુટ્યુબ પેજ દ્વારા 18 મે, 2021 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, તોકતે વાવાઝોડાને કારણે મુંબઈની તાજ હોટલ સામે દરિયામાં તોફાન સાથે ઊંચા મોજા ઉછળ્યા હતા.

આવો જ એક વીડિયો ABC News તેમજ એક પત્રકાર દ્વારા પણ 17 મે, 2021 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં પણ મુંબઈની તાજ હોટલ અને ગેટ વે ઓફ ઈન્ડિયા ખાતે તોકતે વાવાઝોડાને કારણે ઊંચા મોજા ઉછળ્યા હોવાની માહિતી આપવામાં આ હતી.

ટીવી9 ગુજરાતી દ્વારા પણ એક વર્ષ પહેલાં મુંબઈ ખાતે તોકતે વાવાઝોડાને કારણે દરિયામાં ઉછળેલા મોજા અને વરસાદની માહિતી આપતા સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે,પોસ્ટમાં મુંબઈમાં થયેલા ભારે વરસાદને કારણે દરિયામાં ઉછળી રહેલા મોજાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2021 માં તોકતે વાવાઝોડાને કારણે મુંબઈ ખાતે થયેલા ભારે વરસાદથી દરિયામાં ઉછળી રહેલા મોજાનો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર અધૂરી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770)પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagramઅને Twitterપર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો મુંબઈના ગેટ વે ઓફ ઈન્ડિયા ખાતે તાજેતરમાં ઉછળતાં મોજા અને વરસાદનો છે...? જાણો શું છે સત્ય....

Fact Check By: Vikas Vyas

Result: Missing Context