Fake News: ચાર વર્ષ જુના યોગી સરકારના વિરોધને હાલનો ગણાવી શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

સપ્ટેમ્બર 2019 માં, પ્રયાગરાજમાં કેટલાક વકીલોએ સરકારના વિરોધમાં પ્રતીકાત્મક અંતિમયાત્રા કાઢી હતી. વાયરલ થયેલો વિડિયો એ જ પ્રદર્શનનો છે. આનો તાજેતરના વિરોધ સાથે કોઈ સંબંધ નથી. યુપીના હાપુડમાં વકીલો પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં રાજ્યના વકીલો ઘણા દિવસોથી હડતાળ પર ગયા હતા. આ જ પૃષ્ટભૂમિ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઠાઠડી પર અંતિમયાત્રા […]

Continue Reading

UPના સંત કબીર નગરમાં ચંદ્રયાન-3નો કોઈ ભાગ પડ્યો નથી… જાણો શું છે સત્ય….

ભારતીય વાયુસેનાએ પુષ્ટિ કરી છે કે, ઈંધણ ટેન્ક તેના એક ફાઇટર એરક્રાફ્ટની હતી, જે તાલીમ મિશન માટે ઉડાન ભરી હતી. ફાઈટર જેટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે બહારના સ્ટોર્સને હટાવવા પડ્યા હતા. સંત કબીર નગર જિલ્લાના ખલીલાબાદ વિસ્તારમાં એરફોર્સના એરક્રાફ્ટની ઈંધણની ટાંકી જેવું કંઈક મળી આવતાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. આ વચ્ચે સોશિયલ મીડિયામાં […]

Continue Reading

શું ખરેખર હિજાબને લઈ બાળકોના નાટકનો આ વીડિયો દિલ્હીન શાળાનો છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો દિલ્હીની શાળાનો નહીં પરંતુ ગત વર્ષનો લખનઉંની શાળાનો છે. એક સ્કૂલમાં મંચાયેલા નાટકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં ભારત માતાનો વેશ ધારણ કરેલી એક બાળકી જોવા મળી રહી છે, જેના માથા પરથી કેટલાક બાળકો ભારત માતાનો મુગટ હટાવતા અને તેના પર સફેદ કપડું બાંધતા જોવા મળે […]

Continue Reading

ગુડ્ડુ મુસ્લિમની ધરપકડ કરવામાં આવી નથી. તેની શોધખોળ હજુ ચાલી જ રહી છે… જાણો શું છે સત્ય..

ગુડ્ડુ મુસ્લિમ ધરપકડ કરવામાં આવી નથી. તેનું અંતિમ લોકેશન કર્ણાટકા મળ્યુ હોવાનું પોલીસને જાણવા મળ્યુ હતુ.  ઉમેશપાલની હત્યાના કેસના આરોપી અને પૂર્વ સાંસદ અને ગેંગસ્ટર અતિક અહમેદ અને તેના ભાઈની પ્રયાગરાજમાં સરા જાહેર હત્યા કરવામાં આવી હતી. આ જ કેસમાં હજુ ચાર આરોપીની પોલીસ દ્વારા શોધખોળ ચાલી રહી છે. આ હત્યાના કેસમાં મુખ્ય આરોપીની ભૂમિકા […]

Continue Reading

શું ખરેખર સ્મૃતિ ઈરાનીએ તેમના એફિટેવીડમાં તે આર્ટસમાં ગ્રેજ્યુટ હોવાનું જણાવ્યુ હતુ…? જાણો શું છે સત્ય….

સ્મૃતિ ઈરાનીએ તેમના તમામ એફિટેવીડમાં જણાવ્યુ છે કે તેણે બી.કોમના પહેલા વર્ષ સુધી જ અભ્યાસ કર્યો છે. તેઓ આર્ટસમાં ગ્રેજ્યુટ હોવાની વાત તદ્દન ખોટી છે. આગામી વર્ષમાં જ્યારે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જે પોસ્ટમાં કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીના અભ્યાસને લઇ દાવો કરવામાં આવી […]

Continue Reading

યોગી આદિત્યનાથે પોલીસ કોન્સ્ટેબલના અંતિમ સંસ્કારની રાખ કપાળ પર નથી લગાવી…જાણો શું છે સત્ય…

વાયરલ વીડિયોમાં યોગી આદિત્યનાથ ઉમેશ પાલ હત્યાકાંડમાં મૃત્યુ પામેલા પોલીસ કોન્સ્ટેબલના અંતિમ સંસ્કાર વખતે કપાળ પર રાખ લગાવી રહ્યા ન હતા. આ વીડિયો ગયા વર્ષની હોળીનો છે. ખોટા દાવા સાથે એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશના બસપાના ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસના મુખ્ય સાક્ષી ઉમેશ પાલની 24 ફેબ્રુઆરીએ દિવસે ગોળી મારીને હત્યા […]

Continue Reading

લોકોને ધમકાવનાર શખ્સને ઘાયલ કરનાર પોલીસનો આ વીડિયો ઉત્તર પ્રદેશનો નહીં પરંતુ કર્ણાટકાનો છે… જાણો શું છે સત્ય….

કાલાબુરાગી પોલીસે સ્પષ્ટતા કરી કે આ ઘટના કર્ણાટકના કાલાબુરાગીની છે. વ્યક્તિની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. વીડિયોમાં દેખાતા વ્યક્તિનું નામ 28 વર્ષીય મોહમ્મદ ફૈઝલ છે, અબ્દુલ નથી. હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિ ભીડવાળા બજારમાં પોલીસકર્મીઓને છરી બતાવીને ધમકાવતો જોવા મળે છે. દરમિયાન એક પોલીસકર્મી […]

Continue Reading

Fact Check: શું ખરેખર અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલના પાર્કિંગનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલનો નહિં પરંતુ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાનો છે.  હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે વીડિયોમાં પાર્કિગમાં રહેલી સીડી તેની રીતે ચાલતી જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો અમદાવાદની યુએન […]

Continue Reading

શું ખરેખર ઉત્તર પ્રદેશમાં મદરેસાઓમાં હવે શુક્રવારને બદલે રવિવારે રજા રહેશે…? જાણો શું છે સત્ય…

ઉત્તર પ્રદેશમાં મદરેસાઓની સાપ્તાહિક રજાઓમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. શુક્રવારને બદલે રવિવારની રજા હોવાનો દાવો ખોટો છે. ઉત્તર પ્રદેશમાં મદરેસાઓનું શૈક્ષણિક કેલેન્ડર તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું છે. તે પછી, સોશિયલ મીડિયા પર દાવા કરવામાં આવી રહ્યા છે કે “યુપીમાં મદરેસાઓએ હવે શુક્રવારને બદલે રવિવારની સાપ્તાહિક રજા જાહેર કરી છે.” ઉત્તર પ્રદેશ મદરેસા શિક્ષણ બોર્ડની […]

Continue Reading

Break The Fake: ટ્રેનની ભીડના ચાર વર્ષ જૂના ફોટોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો…. જાણો શું છે સત્ય….

આ વિડિયો વર્ષ 2018થી સોશિયલ મિડિયામાં ઉપલબ્ધ છે. હાલમાં ઉત્તર પ્રદેશમાં લેવાયેલી પરિક્ષા સાથે તેને કોઈ લેવા-દેવા નથી. ઉત્તર પ્રદેશમાં 15 અને 16 ઓક્ટોબરના પ્રિલિમિનરી એલિજિબિલિટી ટેસ્ટનું આયોજન કરાયુ હતુ. જેના કારણે ઉત્તર પ્રદેશમાં ચાલતી ટ્રેનો અને બસોમાં ભરાયેલા ઉમેદવારોની તસવીરો અને વિડિયો ખૂબ વાયરલ થઈ રહી હતી. આ વચ્ચે સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ […]

Continue Reading

તેલંગણાના ટી રાજા સામેની કાર્યવાહીના વિરોધના વિડિયોને યુપીના વિડિયોના નામે વાયરલ કરવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય….

આ વિડિયો યુપીનો નહિં પરંતુ તેલંગણાના હૈદરાબાદ અને નલગોંડા શહેરનો ઓગસ્ટ 2022નો વિડિયો છે. આ વિડિયોને યુપીને સાથે કોઈ લેવા દેવ નથી. ટી રાજાની ઓગસ્ટ મહિનામાં હૈદરાબાદ પોલીસ દ્વારા પૈગંબર મોહમ્મદ વિરૂદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી માટે ધરપકડ કરવામાં આવી હતી, જેના પગલે તેમને પક્ષ માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તેમની સામે કડક કાર્યવાહી કેમ […]

Continue Reading

આગ્રા પોલીસની કાર્યવાહીનો વિડિયો મધ્યપ્રદેશ પોલીસના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ વિડિયો મધ્યપ્રદેશ પોલીસની કાર્યવાહી દરમિયાનનો નહિં પરંતુ ઉત્તરપ્રદેશની આગ્રા પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો છે. સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં પોલીસ દ્વારા એક દુકાનમાં અંડર ગ્રાઉન્ડ ચાલતા કાફે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વિડિયોમાં યુવક-યુવતીઓ આપત્તીજનક સ્થિતીમાં જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

ટ્રેક્ટર પલ્ટી મારી ગયાનો વિડિયો હાલના આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાનનો નહિં પરંતુ વર્ષ 2021નો છે…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો જાન્યુઆરી 2021નો છે, હાલના આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાનનો નથી. આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં જુદી-જુદી રીતે ઉજવણી કરવામાં આવી હતી. તિરંગા યાત્રા, હર ઘર તિરંગા સહિતના અનેક કાર્યક્રમો સમગ્ર દેશમાં યોજાયા હતા. આ વચ્ચે સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ટ્રેકટર પર તિરંગો લગાવી […]

Continue Reading

પાણી ભરેલા ખાડામાં પડતા દંપતીનો આ વિડિયોને ગુજરાત સાથે કોઈ લેવા નથી… જાણો શું છે સત્ય….

આ વિડિયો ગુજરાતનો નહિં પરંતુ ઉત્તરપ્રદેશના અલીગઢનો છે. ગુજરાત સાથે તેને કોઈ લેવા-દેવા નથી. વરસાદની સિઝનમાં ઠેર-ઠેર ખાડાઓ પડતા હોય છે ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સ્કૂટર પર જઈ રહેલુ દંપતી ખાડામાં પડે છે. આ વિડિયોને સોશિયલ મિડિયામાં ખૂબ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પાણીના […]

Continue Reading

શું ખરેખર હાલમાં ચાલી રહેલા અગ્નિપથ યોજનાના વિરોધ દરમિયાનનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં દેશ ભરમાં અગ્નિપથ યોજનાને લઈ ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધ વચ્ચે સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પોલીસ અધિકારી ફોન પર ઉચ્ચ અધિકારી બીજેપી ધારાસભ્ય બોમ્બ લઈને આવ્યા છે. પોલીસ વધુ આદેશો માંગી રહી છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અગ્નિપથ યોજના દરમિયાન ચાલી […]

Continue Reading

શું ખરેખર આઝમ ખાને જેલમાંથી છૂટ્યા પછી કહ્યું હતું કે રામ અને કૃષ્ણ તેમના મૂર્તિ છે…? જાણો શું છે સત્ય….

ઉત્તર પ્રદેશની સીતાપુર જેલમાં 27 મહિનાથી બંધ સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન 20 મેના રોજ જેલમાંથી મુક્ત થયા હતા. આ સંદર્ભમાં તેમનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે તેમને એમ કહેતા સાંભળી શકો છો કે “યોગીજી મુગલ અમારા આદર્શ નથી, અમારા આદર્શ રામ છે, કૃષ્ણજી પણ છે.” આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

ઉન્નવની અખિલેશ યાદવના શાસનકાળની ફોટોને હાલની ગણાવવામાં આવી રહી છે… જાણો શું છે સત્ય….

હાલમાં સોશિયલ મિડિયામાં ત્રણ-ચાર ફોટો વાયરલ થઈ રહી છે. જેમા તુટેલા મકાન અને બુલડોઝરથી થતી કાર્યવાહી જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તમામ ફોટો હાલમાં યોગી સરકાર દ્વારા ઉન્નવમાં કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાનના છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ઉન્નાવમાં અતિક્રમણ હટાવવાની […]

Continue Reading

શું ખરેખર મેરઠમાં પોલીસ દ્વારા ભાજપાના કાર્યકરોએ પ્રવેશ ન કરવાના બોર્ડ લગાવ્યા….? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં મેરઠ પોલીસ સ્ટેશનની બહાર એક બોર્ડ લાગેલુ જોઈ શકાય છે. જેમાં લખેલુ છે કે, “ભાજપાના કાર્યકર્તાઓને સ્ટેશનમાં આવવાની મનાઈ છે. થાણા પ્રબારી શંતશરણ સિંહ.” આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મેરઠ પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન બહાર ભાજપાના કાર્યકરોને […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી ઉજ્જવલા યોજનાનો ગેસનો બાટલો લેવાની મહિલાએ ના પાડી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વીડિયોમાં એક મહિલાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના પ્રતિક ચિહ્ન રુપે ગેસનો બાટલો આપે છે તો એ મહિલા એ બાટલો પરત કરીને પાછા પગલે ચાલતી થાય છે. પરંતુ ફેક્ટ […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં જોવા મળતા શખ્સની ત્રણ પત્ની અને 32 છોકરાઓ છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં એક વુદ્ધ વ્યક્તિ તેમજ ત્રણ મહિલાઓ અને ઘણા બાળકો જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટમાં જોવા મળતા વૃદ્ધ વ્યક્તિને ત્રણ પત્ની અને 32 છોકરાઓ છે તેમનો ફોટો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો […]

Continue Reading

શું ખરેખર રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ દ્વારા RSSના સદસ્યોને પગે લાગી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમા રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ મંચ પર રહેલા મહાનુભાવોને તેમજ મંચ નીચે બેસેલા એખ બુઝુર્ગ વ્યક્તિને સાલ ઓઢાળી અને પગે લાગતા જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ આરઆરએસના સદસ્યોને પગે લાગી રહ્યા તેનો વિડિયો […]

Continue Reading

શું ખરેખર ઉત્તરપ્રદેશમાં જાહેરમાં નમાજ અદા કરવા પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુસ્લિમ લોકોના ટોળા પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરપ્રદેશ ખાતે રસ્તા પર નમાજ અદા કરી રહેલા મુસ્લિમ લોકોના ટોળા પર પોલીસે લાઠીચાર્જ કર્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં ગુનાની તપાસ કરવા જઈ રહેલી પોલીસનો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ગલીમાંથી બે ભગવાધારી વ્યક્તિઓની સાથે જઈ રહેલી પોલીસના કાફલાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ગુનાની તપાસ કરવા જઈ રહેલી પોલીસનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય […]

Continue Reading

શું ખરેખર આગ્રામાં મુસ્લિમો દ્વારા રોડ પર નમાઝ ન પઢવા અંગે બોર્ડ લગાવવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

મનસે નેતા રાજ ઠાકરેના મસ્જિદો પર લગાવવામાં આવેલા લાઉડ સ્પિકરને લઈ આપવામાં આવેલા અલ્ટિમેટમ બાદ સોશિયલ મિડિયામાં ઘણી સાચી-ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ વચ્ચે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે વ્યક્તિ બેનર પકડીને ઉભેલા જોવા મળે છે. જે બેનરમાં લેખેલુ છે કે, “बराए मेहरबानी कोई भी नमाजी मस्जिद के बाहर सडक […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં એક વ્યક્તિ દ્વારા બાબાસાહેબ આંબેડકરનો ફોટો ફાડીને સળગાવી દેવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વ્યક્તિ દ્વારા બાબાસાહેબ આંબેડકરનો ફોટો ફાડીને સળગાવી દેવામાં આવી રહ્યો હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક વ્યક્તિ દ્વારા તાજેતરમાં એક વ્યક્તિ દ્વારા બાબાસાહેબ આંબેડકરનો ફોટો ફાડીને સળગાવી દેવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો કરનાર મહિલાઓને પોલીસે ઝડપી લીધી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેટલીક મહિલાઓ પકડીને લઈ જઈ રહેલી પોલીસનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો કરનારી મહિલાઓને પોલીસે ઝડપી લીધી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

શું ખરેખર ઉત્તરપ્રદેશના મૈનપુરીમાં તમંચા સાથે પકડાયેલી યુવતી શિક્ષિકા છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક યુવતી પાસેથી તમંચો જપ્ત કરી રહેલી મહિલા પોલીસનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરપ્રદેશમાં તમંચા સાથે પોલીસે જે યુવતીની ધરપકડ કરી એ શિક્ષિકા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો દિલ્હીનો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક ફોટો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં જોવામળે છે કે, એક વૃધ્ધ વ્યક્તિ હાથ લારીમાં એક વ્યક્તિને બેસાડી અને લઈ જઈ રહ્યો છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો દિલ્હીનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

શેરડીના રસની મશીન લઈ જતા સરકારી નોકરો ઉત્તર પ્રદેશના છે; જયપુરના નહીં…

રોડ પરથી શેરડીના રસનો ઠેલો બુલડોઝર થી ઉપાડી ટ્રકમાં નાખી અને લઈ જતા હોવાનો એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છ. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો રાજસ્થાનના જયપુર શહેરનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો આંશિક રીતે ખોટો સાબિત થાય છે. કારણ કે, […]

Continue Reading

શું ખરેખર મુલાયમસિંહ અને અખિલેશ યાદવ યોગી આદિત્યનાથને અભિનંદન પાઠવવા પહોચ્યા હતા…? જાણો શું છે સત્ય….

યુપી ઈલેક્શનમાં યોગી આદિત્યનાથનો ભવ્ય વિજય થયો અને ફરી ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકાર બની હતી. આ વચ્ચે સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં યોગી આદિત્યનાથ, મુલાયમ સિંહ, અને અખિલેશ યાદવને બેસેલા જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “યોગી આદિત્યનાથની જીત બાદ મુલાયમ સિંહ અને અખિલેશ […]

Continue Reading

શું ખરેખર યોગી આદિત્યનાથનો ફોટો સળગાવવા જતા સપા કાર્યકર સળગી ગયો…? જાણો શું છે સત્ય….

ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકાર ફરી બહુમતી સાથે સત્તા પર પરત આવી હતી. દરમિયાન એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં સમાજવાદી પાર્ટીના કાર્યકર દ્વારા પોતાના શરીર પર આગ લગાડતા જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સમાજવાદી પાર્ટીના કાર્યકર યોગી આદિત્યનાથનો ફોટો સળગાવવા જતા તેને આગ લાગી […]

Continue Reading

શું ખરેખર ઉત્તર પ્રદેશમાં 142 બેઠકો પર ફરી થશે ચૂંટણી…? જાણો શું છે સત્ય….

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 255 બેઠકો જીતી છે. આ દરમિયાન, ઘણા સમાચાર, વિડિયો અને તસવીરો સામે આવી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે EVM ને બદલ્યું છે. આવી સ્થિતિમાં એક ન્યૂઝ ચેનલની ગ્રાફિક પ્લેટ જેવી તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. એવું કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચે ઈવીએમ બદલવાની વાત સ્વીકારી […]

Continue Reading

શું ખરેખર અમિત શાહ ઉત્તર પ્રદેશના નવા મુખ્યમંત્રી અને યોગી આદિત્યનાથ ગૃહમંત્રી બનશે…? જાણો શું છે સત્ય….

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયાના બે સપ્તાહ બાદ પણ મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો શપથ સમારોહ યોજાયો નથી. તેથી જ મુખ્યમંત્રી પદને લઈને અટકળો થઈ રહી છે. આ દરમિયાન એક સમાચારનો સ્ક્રિનશોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમિત શાહ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનશે અને યોગી આદિત્યનાથને દેશના ગૃહમંત્રીનું પદ […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં ઉત્તરપ્રદેશ ખાતે લોકો વોટની રક્ષા માટે રસ્તા પર ઉતર્યા તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હાથમાં લાકડીઓ લઈને રસ્તા પર નીકળેલા લોકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશ ખાતે યોજાયેલી ચૂંટણીમાં વોટની રક્ષા માટે લોકો રસ્તા પર ઉતર્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

શું ખરેખર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ફ્રી રાશન સેવા બંધ કરવાની જાહેરાત કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

યુપી વિધાનસભાની ચૂંટણીના 10 માર્ચના રોજ પરિણામ આવ્યા હતા જેમાં ભાજપાનો વિજય થયો હતો. તે બાદ પણ સોશિયલ મિડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ પૃષ્ટભૂમિ વચ્ચે સોશિયલ મિડિયામાં એક આજતક ન્યુઝ ચેનલ સ્ક્રિન શોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં લખવામાં આવ્યુ છે કે, “अब फ्री राशन नहीं मिलेगा!” આ ફોટોને શેર કરીને દાવો […]

Continue Reading

શું ખરેખર ઉત્તરપ્રદેશમાં ભાજપની જીત થતાં બુલડોઝરે ડાન્સ કર્યો તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ડાન્સ કરી રહેલા બુલડોઝરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં ભાજપની ભવ્ય જીત થતાં બુલડોઝરે ડાન્સ કર્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

યુપી ચૂંટણીમાં લોકોને પૈસા આપીને ભાજપે વોટ આપતા રોક્યા…? જાણો શું છે સત્ય….

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી 7 માર્ચે પૂરી થઈ હતી અને 10 માર્ચના ચૂંટણીના પરિણામો પણ આવી ગયા જેમાં ભાજપાનો વિજય થયો હતો. આ પૃષ્ટભૂમિ પર સોશિયલ મિડિયા પર એક વિડિયો ખૂબ જ ઝડપથી શેર થઈ રહ્યો છે. તેમાં AAPના કેટલાક લોકોએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપે તેમને બળજબરીથી પૈસા આપીને, આંગળીઓ પર શાહી લગાવીને વોટ […]

Continue Reading

યુપીમાં EVM કૌભાંડનો વિડિયો ભ્રામક; ચૂંટણી પંચે જણાવ્યું કે મશીનોને તાલીમ માટે લઈ જવામાં આવી રહ્યા હતા…

ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને પરિણામ 10 માર્ચે આવશે. દરમિયાન પરિણામ આવે તે પહેલા જ ઈવીએમ કૌભાંડનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ જ વચ્ચે માં ઈવીએમ બદલવાનું મોટું ષડયંત્ર પકડવામાં આવ્યું હોવાનો આરોપ લગાવતા સોશિયલ મિડિયામાં એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં કેટલાક લોકો EVM ટ્રક પર ચઢીને […]

Continue Reading

કોરોનાના સમયના ઉત્તર પ્રદેશના સમાચારને હાલના ગણાવી ફેલાવવામાં આવી રહ્યા…જાણો શું છે સત્ય….

દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશની ચૂંટણીનું પાંચેય ચરણનું મતદાન પુર્ણ થઈ ગયુ છે અને 10 માર્ચના પરિણામ પણ આવી જશે, ત્યારે હાલમાં સોશિયલ મિડિયામાં ઘણી સાચી-ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ વચ્ચે એખ 11 સેકેન્ડનું ન્યુઝ બુલેટિયન વાયરલ થઈ રહ્યુ છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં ચુંટણીના પરિણામ પહેલા […]

Continue Reading

ભારતીય વિદ્યાર્થીની વૈશાલી યાદવની યુપી પોલીસે ધરપકડ કરી નથી… જાણો શું છે સત્ય….

યુક્રેનમાં વૈશાલી યાદવ નામની ભારતીય મેડિકલ સ્ટુડન્ટે તાજેતરમાં એક વિડિયો બનાવીને ભારત સરકારને યુક્રેનમાં તેના જેવા ફસાયેલા વિદ્યાર્થીઓને મદદ કરવા અપીલ કરી હતી. કેટલાક મિડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે વૈશાલી યાદવ ઉત્તર પ્રદેશના હરદોઈના તેરા પુરસૈલી ગામની ગ્રામપ્રધાન (ગામના વડા) છે. આ પૃષ્ઠભૂમિ પર પોલીસ દ્વારા ઘેરાયેલી એક મહિલાની તસવીર શેર કરવામાં આવી […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનો અધૂરો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણમાં આપવામાં આવેલા નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ભાષણમાં એવું કહી રહ્યા છે કે, ‘भाजपा सरकार होने का मतलब है दंगाराज, माफियाराज, गुंडाराज’ જેનો ગુજરાતી અર્થ એવો થાય કે, ‘ભાજપની સરકાર […]

Continue Reading

શું અખિલેશ યાદવે કહ્યું – “જે લોકો કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં લેવા માંગે છે, તેઓએ સપાને મત આપવો જોઈએ..?”

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રથમ બે તબક્કા બાદ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ઔરૈયામાં જાહેર સભા કરી. તે જાહેર સભાની ટૂંકી વિડિયો ક્લિપ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. જે વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અખિલેશે કાયદો પોતાના હાથમાં લેનારાઓને સપાને સમર્થન આપવાની વાત કરી હતી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

FAKE.! ઓવૈસી પર હુમલો કરનાર આરોપીના નામે બીજેપી નેતાના PROની ખોટી તસવીર વાયરલ…

યુપીમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરી રહેલા MIMના વડા અસદુદ્દીન ઓવૈસી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ હુમલા બાદ હાપુડ પોલીસે સચિન પંડિત અને શુભમ નામના બે આરોપીઓની ધરપકડ કરી હતી. સચિન આરોપી નામના વ્યક્તિની એક તસવીર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય […]

Continue Reading

ભાજપના નેતાનું પ્રચાર વાહન ખાડામાં ફસાયા હોવાનો વિડિયો ઉત્તર પ્રદેશનો નથી, પરંતુ ઉત્તરાખંડનો છે…

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. યુપી વિધાનસભા ચૂંટણીમાં આ વિડિયોને લઈને ભાજપના વિકાસ કાર્યોની મજાક ઉડાવવામાં આવી રહી છે.. જેમાં બીજેપીના પ્રચાર વાહન કાદવમાં ફસાયા હોવાનો વિડિયો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભાજપના ઉમેદવાર સંજય ગુપ્તાની કાર ઉત્તરપ્રદેશમાં ખરાબ રસ્તા પર ખાડામાં ફસાઈ ગઈ છે.” […]

Continue Reading

શું ખરેખર PM નરેન્દ્ર મોદી દ્વારા અખિલેશ યાદવના સમર્થનમાં ટ્વિટ કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયામાં પીએમ નરેન્દ્ર મોદીના ટ્વિટનો એક સ્ક્રિન શોટ વાયરલ થઈ રહ્યો છે. જેમાં લખવામાં આવ્યુ છે કે, “मै उत्तर प्रदेश की सन्मानित जनता से अपील करना चाहता हुं कि आप प्रदेश की तरक्की व विकास के लिए श्री अखिलेश यादव जी व उनकी पार्टी के गठबंधन को भारी मतों से विजयी बनायें क्योंकि पिछले […]

Continue Reading

મોહમ્મદ આદિલ ચૌધરીના નામે SP નેતા વિપિન મનોથિયા વાલ્મિકીને મારતો વીડિયો વાયરલ…

10 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું. તે દિવસે ઇન્ટરનેટ પર એક વિડિયો ફરતો થયો હતો. તેમાં એક માણસને લોકો દ્વારા મારવામાં આવી રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “દક્ષિણ મેરઠના સપા ઉમેદવાર મોહમ્મદ આદિલ ચૌધરી હિન્દુઓને ધમકાવી રહ્યા હતા અને હિન્દુઓએ તેમને માર માર્યો […]

Continue Reading

શું ખરેખર યોગી આદિત્યનાથે મતદારોને મત આપવા માટે પૈસા આપ્યા હતા…? જાણો શું છે સત્ય….

દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશની ચૂંટણી ચાલી રહી છે. ત્યારે સોશિયલ મિડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. જે પોસ્ટમાં અનેક સાચા-ખોટા દાવાઓ પાર્ટીઓ દ્વારા કરવામાં આવતુ હોય છે.  જે પૃષ્ટભૂમિ પર સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં યોગી આદિત્યાનાથ બેસેલા જોવા મળે છે અને એક વ્યક્તિ સામે બેસેલા વ્યક્તિને પૈસા […]

Continue Reading

શું ખરેખર રવિ કિશને મુખ્યમંત્રી યોગીને કહ્યુ કે, ગોરખપુરમાં પ્રચાર કરશો તો અપમાન થશે…? જાણો શું છે સત્ય….

ઉત્તર પ્રદેશમાં ચૂંટણીનો માહોલ છે. દરમિયાન, 4 ફેબ્રુઆરીએ યોગી આદિત્યનાથે ગોરખપુર બેઠક માટે ઉમેદવારી નોંધાવી હતી. તે દિવસનો વિડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગોરખપુરના બીજેપી સાંસદ રવિ કિશનને એવું કહેતા સાંભળવા મળે છે કે “અમે મહારાજજી ને કહ્યું હતું કે ખાલી ફોર્મ ભરીને ચાલ્યા જાઓ, અહીં પ્રચાર કરશો તો મોટુ અપમાન થશે.“ […]

Continue Reading

ઝારખંડના વિડિયોને યુપી ચૂંટણી સાથે જોડી ખોટા દાવા સાથે ફેલાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આગામી 3 દિવસમાં ઉત્તરપ્રદેશમાં આગામી સરકાર માટે મતદાન શરૂ થવાનું છે. છેલ્લા કેટલાક દિવસોમાં અમે જાહેર આક્રોશના કથિત વિડિયો અને ચિત્રો શેર કરીને સત્તાધારી ભાજપને નિશાન બનાવતી ઘણી પોસ્ટ જોઈ હતી.  દરમિયાન આવો જ દાવો કરતો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 26 સેકન્ડના આ વિડિયોમાં ગુસ્સે ભરેલું ટોળું એક વાહનનો પીછો […]

Continue Reading

શું ખરેખર ઉત્તરપ્રદેશ ભાજપાની મિટિંગ દરમિયાન હાલમાં આ ઘટના બની છે…? જાણો શું છે સત્ય….

દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશની ચૂંટણી આ મહિને યોજાવા જઈ રહી છે. ત્યારે સોશિયલ મિડિયામાં અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાંથી ખોટી પોસ્ટનું ફેક્ટ ચેકિંગ ફેક્ટક્રેસન્ડોની ગુજરાતી ટીમ દ્વારા કરવામાં આવ્યુ હતુ.  આ પૃષ્ટભુમિ વચ્ચે સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં એક મિટિંગ ચાલી રહી છે. જેમાં એક વ્યક્તિ અન્ય […]

Continue Reading