પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો વંદેભારત ટ્રેનનો નહીં પરંતુ ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેનનો છે. વંદેભારત ટ્રેનનો હોવાની વાત તદ્દન ખોટી છે.

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં ટ્રેનના એસી ડબ્બાની ટોચ પરથી પાણી લીક થતું દેખાઈ રહ્યું છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “એસી ડબ્બામાંથી પાણી પડી રહ્યુ છે તે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 29 જૂન 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “એસી ડબ્બામાંથી પાણી પડી રહ્યુ છે તે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને એક વીડિયો ટ્વિટર પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો ગરીબ રથ ટ્રેનનો છે. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

તેમજ વધુ સર્ચ કરતા અમને ઈન્ડિયા ટેક ઈન્ફ્રા નામના ટ્વિટર એકાઉન્ટ પર પણ આ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં પણ આ વીડિયો આ જ માહિતી સાથે શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

અમે વીડિયોમાં જોયું કે કોચ પર ટ્રેનનો નંબર લખેલો હતો. તે મુજબ, અમે નંબર શોધ્યો.

જ્યારે અમે તપાસ કરી કે શું ટ્રેન નંબર 12215 ખરેખર ગરીબ રથનો છે.? ત્યારે અમને જાણવા મળ્યું કે માહિતી સાચી છે.

તેમજ વધુ સર્ચ કરતા અમને પશ્ચિમ રેલવે દ્વારા 29 જૂનના રોજ કરવામાં આવેલુ એક ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “27 જૂન, 2024ના રોજ અજમેર અને ફાલના સ્ટેશનો વચ્ચે ટ્રેન નંબર 12215 બાંદ્રા ટર્મિનસ - દિલ્હી સરાય રોહિલ્લા ગરીબ રથ એક્સપ્રેસના કોચ જી-12માં પાણીનું લીકેજ જોવા મળ્યું હતું. (આ વંદે ભારત ટ્રેન નથી) ફાલના પહેલા ટ્રેનને રોકી દેવામાં આવી હતી અને પાણીના લીકેજની સમસ્યાને દૂર કરવામાં આવી હતી.”

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો વંદેભારત ટ્રેનનો નહીં પરંતુ ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેનનો છે. વંદેભારત ટ્રેનનો હોવાની વાત તદ્દન ખોટી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:વંદે ભારત ટ્રેનના કોચમાં પાણી પડતુ હોવાના નામે વાયરલ વીડિયોનું જાણો જાણો શું છે સત્ય....

Fact Check By: Frany Karia

Result: False